પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં મોટો ચુકાદો

આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની હિચકારી હત્યા કેસમાં પોકસો કોર્ટે આરોપીને ફાંસીને સજા ફટકારી છે અને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે કોર્ટે ચુકાદો આપતાં ફાંસીની સજા જાહેર કરી હતી.

સરકારી વકીલે નામાદાર કોર્ટમાં ચાલેલી કાર્યવાહી વિશે જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે આ ઘટના બની હતી. અઢી વર્ષની બાળકીનું તેના ઘર આગળથી અપહરણ કરીને બળાત્કાર કરી હત્યા કરી નાંખી હતી. પોલીસે બાળકીને શોધવા માટે 100થી વધુ ટીમો બનાવી હતી. 8મી તારીખે આરોપી પકડાયો હતો અને પુછપરછમાં આખો ગુનોની હકીકત સામે આવી હતી. આ કેસમાં 42 જેટલા લોકોની જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ બન્ને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી અને સોમવારે પોક્સો કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, આરોપીની સજા માટે સરકાર તરફથી મે રજૂઆત  કરી, આરોપી તરફીપણ રજૂઆત કરાઈ હતી. 31 જેટલા જજમેન્ટો નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.. ગુનો ગંભીર રીતે આચર્યો છે, બર્બરતા પૂર્વક બાળકી સાથે વ્યવહાર કરવામાં આવ્યો અને તેના આંતરિક અંગો પણ બહાર નીકળી આવ્યા હતા. તેના શરીરમાં જીવાતો પડી હતી. આરોપી લાશને જંગલમાં ફેંકી આવવામાં આવ્યો હતો. જેની ગંભીરતાને જોતા રેર ઓફ ધ રેસ કેસમાં આ કેસ ગણવામાં આવ્યો. મેં દોઢ કલાક રજૂઆત કરી હતી. અને આજે નામાદાર સેશન્સ કોર્ટમાં જજે આરોપીને ઈન્ડિયન પીનલ કોડની કલમ 302, અને 376 (એ)બી), 363,  હેઠળ સુનાવણી કરી છે અને સજા સંભળાવી છે.

આસજા ગુજરાત હાઈકોર્ટના હુકમને કોન્ફર્મ કરીને તેને આધીન રહેશે. આ ઉપરાંત આરોપીને કલમ 376 હેઠળ આજીવન જીવે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. કલમ 363, 366 એમાં પણ સજા સંભળાવી છે. આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે. આશ્વાસન રૂપે પરિવારજનોને 20 લાખ રૂપિયા આપવાનોનિર્ણય કર્યો છે. આ સારો ચુકાદો છે. સમાજ માટે દાખલારૂપ ચુકાદો છે. હવે મહિલાઓ રાજ્યમાં સુરક્ષિત મહેસૂસ કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં માત્ર 7 દિવસમાં જ પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ કેસમાં સરકારી વકીલે 43 જેટલા પૂરાવાઓનું લિસ્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી આ હિચકારૂ કૃત્ય કરનારા નર રાક્ષસને ઝડપી લેવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી. જો કે પાંડેસરા પોલીસે ગુમ થયેલી બાળકીના મૃતદેહને શોધી કાઢ્યો હતો. પોલીસે આરોપીને પણ ઝડપી લેવાયો હતો. 

સોમવારે બંન્ને પક્ષકારોની દલીલો પુર્ણ થઇ હતી. કોર્ટે આરોપીને દોષીત ઠેરવ્યો હતો. જો કે સજા કોર્ટ દ્વારા કાલે ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટ દ્વારા આ કેસમાં ઝડપથી સુનાવણી કરી હતી. આ કેસમાં સરકારી વકીલે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે, આવડી નાનકડી બાળકીને ચુંથી નાખનાર આરોપી સમાજ માટે ખતરનાક છે. તેણે જે કૃત્ય કર્યું તે માટે તેને ફાંસીથી જરા પણ ઓછી સજા ન હોઇ શકે. 

જાણો શું હતી સમગ્ર ઘટના?

દિવાળીના દિવસે (4 નવેમ્બરે) દિવાળીની રાત્રે જ પાંડેસરાના વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઇરાદે કર્યું હતું. મુળ બિહારના જહાનાબાદવતની અને આરોપી ગુરૂકુમાર મધેશ યાદવે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરીને મૃતદેહને ઝાડી ઝાંખરામાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ અંગે ફરિયાદ બાદ પોલીસે પણ ગુનાને ગંભીરતાથી લેતા તાબડતોબ કાર્યવાહી કરી હતી. પોર્ન વીડિયો જોઇને માસૂમ અઢી વર્ષની બાળકીની સાથે બળાત્કાર અને બાદમાં હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આ ચકચારી કેસમાં પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ લીધા હતાં. બાદમાં લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. પોલીસે સાત દિવસમાં જ આ કેસની તપાસ પૂરીને સુરતની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે મુખ્ય જિલ્લા સરકારી વકીલએ અલગ અલગ 43 દસ્તાવેજી પૂરાવાનું લિસ્ટ તૈયાર કર્યું હતુ અને તેને કોર્ટમાં રજૂ કર્યું હતું. આ સાથે જ આરોપીને પણ કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો હતો.

આરોપી મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર બગાડીને તેનું અપહરણ કરી બદકામ કર્યું હતું. બાદમાં તેણે કબૂલાત પણ કરી હતી. આરોપીએ અપહરણ કર્યાના ગણતરીના કલાકમાં જ દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચાર્યું હતું. માસૂમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ, બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે યોનિમાંથી આંતરડા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું. બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી