કઠુઆ રેપ કેસમાં મોટો ચૂકાદો, સાતમાંથી છ આરોપીઓ દોષિત

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે પંજાબ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો હતો જેમાં સાતમાંથી છ આરોપીઓને કોર્ટે ગુનેગાર ઠેરવ્યા હતા. જ્યારે 1 આરોપીને કોર્ટે મુક્ત કર્યો છે. દેશને સ્તબ્ધ કરનારી આ ઘટનામાં ત્રણ જૂને કોર્ટના બંધ રૂમમાં સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા અને સત્ર જજ તેજવિંદર સિંહે આ જાહેરત કરી હતી કે, 10 જૂને આ મામલે ચૂકાદો સંભળાવવામાં આવશે.

આ કેસની સુનાવણી પાડોસી રાજ્ય પંજાબના પઠાનકોટમાં જિલ્લા અને સત્ર કોર્ટમાં ગત વર્ષના જૂનના પહેલા અઠવાડીયામાં શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મૂ કાશ્મીરથી બહાર મોકલવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ જમ્મૂથી લગભગ 100 કિલોમીટર અને કઠુઆથી 30 કિલોમીટર દુર પઠાનકોટની કોર્ટમાં આ મામલે મોકલવામાં આવ્યો હતો.

દુષ્કર્મની ઘટના બાદ કરવામાં આવેલા ભારે વિરોધ બાદ તમામ આરોપીની પોલીસે ધરપકડ પણ કરી હતી. પોલીસે ગ્રામ પ્રધાન સાંજી રામ, તેના પુત્ર વિશાલ અને કિશોર સહિત તેના મિત્ર આનંદ દત્તાની ધરપકડ કરી હતી. જ્યારે પુરાવાના નાશ કરવાનો પ્રયાસ કરનાર પોલીસ અધિકારી સુરેશ વર્મા અને દીપક ખજુરિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર