CM યોગીના કાર્યક્રમમાં એક શખ્સ રિવૉલ્વર લઇને ઘૂસ્યો, ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

CM યોગીની સુરક્ષામાં મોટી ચૂક

યુપીના બસ્તી જિલ્લામાં સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ચૂકી જોવા મળી છે. યોગીના કાર્યક્રમ પહેલા ઓડિટૉરિયમમાં એક શખ્સ લાયન્સ રિવૉલ્વર લઇને ઘૂસ્યો ગયો. જોકે ડ્યૂટી પર હાજર સીઓએ શખ્સને જોઇ લીધ અને ઓડિટૉરિયમમાંથી બહાર કાઢી મુક્યો હતો. અધિકારીઓ અનુસાર, આરોપી શખ્સની ઓળખ કરી લેવામાં આવી છે.

સીએમની સુરક્ષામાં બેદરકારીના કારણે પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. બેદરકારી રાખવા પર ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ત્રણ પોલીસકર્મીઓ પર કાર્યવાહી માટે ચિઠ્ઠી લખવામાં આવી છે. બસ્તીના એસપી આશિષ શ્રીવાસ્તવએ જિલ્લાના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. અન્ય જિલ્લાના પોલીસકર્મીઓ પર કાર્યવાહી માટે એસપીએ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો છે.

એસપીએ બતાવ્યુ કે. બસ્તીમાં સીએમનો કાર્યક્રમ હતો. સીએમના પહોંચતા પહેલાની 45 મિનીટ પહેલા એક શખ્સ લાયન્સ રિવૉલ્વરની સાથે ઓડિટૉરિયમમાં ઘૂસી ગયો હતો. તેમને બતાવ્યુ કે, સાત પોલીસકર્મીઓની બેદરકારી સામે આવી છે. આમાંથી ચાર પોલીસકર્મી બસ્તીના બે સિદ્વાર્થ નગર અને સંત કબીરનગરમાં તૈનાત છે. 

સસ્પેન્ડ પોલીસકર્મીઓમાં એસઆઇ વિંધ્યાચલ, એસઆઇ હરિરાય, મુખ્ય આરક્ષી શિવધની, રામ પ્રકાશ સામેલ છે. જ્યારે એસઆઇ રમાશંકર મિશ્રા, આરક્ષી વરુણ યાદવ, અવધેશ કુમારને સસ્પેન્ડ માટે એસપીએ પત્ર લખ્યો છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી