દહેગામ ઉંટકેશ્વર રોડ પાસે આવેલ હરસોલી ચોકડી પાસે એક મારૂતી ખાબકી

ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉંટકેશ્વર જવાના મુખ્ય માર્ગો ઉપર પાલુંદ્રા ગામના રહીશો મારૂતી ગાડી લઈને દહેગામથી પાલુંદ્રા તરફ જઈ રહ્યા હતા ત્યારે દહેગામ હરસોલી ચોકડીથી સેજ આગળ અચાનક કોઈ કારણોસર મારૂતી ગાડી ચોકડીમા પડતા ઘટના સ્થળે બુમરાણ મચી જવા પામી હતી.

અને મોટા ધડાકાભેર અવાજ થતા રાત્રીના સમયે આવતા જતા વાહન ચાલકો આ સ્થળ ઉપર મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. અને આ મારૂતીના આગળનો ભાગ કુડચે કુડચા બોલાઈ જવા પામ્યો હતો.

અંદર મુસાફરી કરતા (૧) મહેંદ્રસિંહ રાજેંદ્રસિંહ ચૌહાણ- પાલુંદ્રા, (૨) પીયુષ કાંતીલાલ પ્રજાપતી- પાલુંદ્રા, (૩‌) મહેંદ્રગીરી મોહનગીરી- પાલુંદ્રા, (૪) જીતેંદ્રસિંહ ભીખુસિંહ ચૌહાણ- પાલુંદ્રા, (૫) નીરવ ચંદ્રલાલ પટેલ- કાંઠી બારડોલી નાઓને ગાડીના પતરા કાપીને ભારે જહેમતથી બહાર કાઢવામા આવ્યા હતા.

આ તમામ ઈજાગ્રસ્તોને દહેગામ ખાતે આવેલ સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરતા આ તમામ ઈજાગ્રસ્તો અતી ગંભીર હોવાથી તેમને ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી