અમદાવાદમાં 10 માળની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, મચી દોડ ધામ 3 દાઝયા

અમદાવાદનાં જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે.ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ છે. હાલમાં આગ કાબૂમાં લેવાઇ છે.તેમજ 15 લોકોને બચાવવામાં આવ્યા છે.

આગ લાગતા 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે પહોંચ્યા હતા છે. હાલ 5 જેટલા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોને સોલા સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે…

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી