September 28, 2020
September 28, 2020

હિંમતનગર ખાતે હિંદુ યુવા સંગઠનની બેઠક યોજાઇ, વિવિધ સેવાકીય કાર્ય અંગે થઇ ચર્ચા

ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્ર સિંહ કુંપાવત ની અધ્યક્ષતામાં હિંદુ યુવા સંગઠન ભારત (સાબરકાંઠા)ની વિવિધ વિસ્તારોમાં બેઠક યોજાઈ રહી છે, સંગઠન ની બેઠક હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તાર માં યોજાઈ હતી, જેમાં ખૂબ સારી સંખ્યામાં હિન્દુત્વ અને સેવા ભાવવાળા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિંદુ યુવા સંગઠન ની સ્થાપના અને ઉદ્દેશો, સંગઠનના કર્યોની ખુબજ ઊંડાણ પૂર્વકની સમજણ અને વિવિધ કરવામાં આવતી સેવાકીય પ્રવૃતિઓની સાબરકાંઠા અધ્યક્ષ સર્વીનભાઈ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

હિંમતનગર પ્રમુખ પ્રતિક્ભાઈ પટેલે પદાધિકારી અને કાર્યકર્તા કેવો હોવો જોઈએ અને કાર્ય કઇ દિશામાં કરવું એ વિશે માહિતી આપી હતી. જિલ્લા ઉપપ્રમુખ જસવંતસિંહ સોલંકી અને મહામંત્રી મિતુલભાઈ વ્યાસ અને તેજસભાઇ પટેલ દ્વારા સંગઠન દ્વારા થતી ગૌ માતા, અને અન્ય સેવાકીય કાર્યની માહિતી આપી હતી.

જીવદયા તાલુકા પ્રમુખ સંજયભાઈ ગાંધી, ઉપપ્રમુખ હર્શભાઈ પટેલ અને હિંમતનગર પ્રમુખ ગોપિભાઈ બારોટ દ્વારા જીવ દયાની અને ગરીબોને મદદ કરવા સૂચન કર્યું હતું.

આ કાર્યક્રમ સફળ બનાવવા પિંટુસિંહ ઝાલા,કેતનભાઇ શ્રીમાળી, જગદીશભાઈ ભોઈ, મયુર પ્રજાપતિ, યતિંભાઈ વ્યાસ કમલ મોદી, રોનક મિસ્ત્રી, સુનીલ શાહ, ગૌરવ દરજી, પ્રમિતભાઈ ઠાકર, સાહિલ પંચાલ, મિતેષ જોશી, પાર્થ મકવાણા, મહેતા દીક્ષિત, ભગવતિલાલ ચાવલા, ધ્વનિત શાહ, શાહ આસુતોષ, વ્યાસ અમન, જય નાયક, જયદીપ રાવલ, મંગલસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ મકવાણા, ઝાલમસિંહ ચૌહાણ, રંગુસિંહ મકવાણા દ્વારા મહેનત કરવામાં આવી હતી.

વિમલ પટેલ

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર