નવા વાયરસના પગલે તાબડતોડ બોલાવાઈ ઉચ્ચ અધિકારીઓની બેઠક

નવા વાયરસના પગલે ભારત સરકાર પણ ચિંતિત

દેશમાંથી કોરોના વાયરસ ઓસરી રહ્યો છે પરંતુ દક્ષિણ આફ્રિકામાંથી કોરોનાના નવા વેરિયન્ટ મળતા સમગ્ર વિશ્વમાં ફફઢાટ ફેલાયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાબડતોબ 10.30 કલાકે એક બેઠક બોલાવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝડપથી ફેલાતા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રો સમગ્ર દુનિયાનું ટૅન્શન વધ્યું છે ત્યારે પ્રધાનમંત્રી મોદી ખૂદ એક્શનમાં આવ્યા છે અને અધિકારીઓની એક બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશન અને તાજેતરમાં જ આવેલા કોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે ચર્ચા કરવાના છે.

PM મોદીની અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય બેઠક આજે સવારે 10.30 કલાકે યોજાવાની છે. જેમાં દેશના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. નોંધનીય છે કે, દેશમાં એકતરફ શાળા-કોલેજોમાં કોરોના ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે, તેલંગણા, રાજસ્થાન, કર્ણાટક અને ઓડિશા સહિત અન્ય રાજ્યોમાં ટૅન્શન ફરી વધ્યું છે ત્યારે આ મુદ્દે PM મોદી ઉચ્ચાધિકારીઓ સાથે મંથન કરી શકે છે.

WHOએ નવા વેરિએન્ટને બહું ઝડપથી ફેલાનારો ચિંતાજનક પ્રકાર ગણાવ્યો

WHOની એર સલાહકાર સમિતીએ દક્ષિણ આફ્રીકામાં પહેલી વાર સામે આવેલા કોરોનાના નવા વેરિએન્ટને બહું ઝડપથી ફેલાનારો ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે. અને ગ્રીક વર્ણમાલા હેઠળ આને ‘ઓમીક્રોન’ નામ આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સી તરફથી અને શુક્રવારે કરવામાં આવેલ આ જાહેરાત પાછલા થોડાક મહિનામાં વાયરસના નવા પ્રકારની કેટેગરીમાં પહેલી વાર કરવામાં આવી છે. આ કેટેગરીમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને પણ રાખવામાં આવ્યો હતો. જેનો પ્રસાર દુનિયાભરમાં થયો હતો અને ભારતમાં બીજી લહેર માટે જે જવાબદાર હતો.

 64 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી