યુવાનને ગોંધી રાખનાર સરદારનગર પોલીસ સામે મેટ્રો કોર્ટે નોટિસ કરી જારી

કોર્ટમાં આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરાશે

ડી સ્ટાફ PSI હરકટ, એએસઆઈ અનિલ કામ્બલે અને સ્વામી સહિત પોલીસકર્મીઓએ યુવાનને પાંચ દિવસથી ગોંધી રાખતા કોર્ટમાં ફરિયાદ

શહેરના સરદારનગર પોલીસ મથક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે. આ વિસ્તારમાં પોલીસની દયા રહેમથી દિવસ રાત દેશી વિદેશી દારૂ અને જુગારધામના અડ્ડા ધમ ધમી રહ્યા છે. ત્યારે ચોરીના કેસમાં એક યુવાનને છેલ્લા પાંચ દિવસથી ગોંધી રાખતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.ઘાસુરાએ નોટિસ જારી કરવાનો હુકમ કયો છે. આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરાશે.

બનાવની વિગત એવી છે કે, ફરિયાદી દેવીબેન રાજુભાઇ સોલંકીના પતિ રાજુભાઇ હરિભાઈ સોલંકીને ડી સ્ટાફ પી.એસ.આઈ. વી.એ.હરકટ, એ.એસ.આઈ. અનિલ કામ્બલે અને સ્વામી પોલીસવાળા રાજુભાઈને શક મામલે તા.15મી જૂનના રોજ પાંચ દિવસ પહેલા ઘરેથી ઉપાડી ગયા હતા. આરોપીને માર મારતા હોવાથી ના છૂટકે તેની પત્ની દેવીબેનએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. દેવીબેનએ વકીલ અંકુર ગારંગે અને કૈકેશ ઘાસી મારફતે મેટ્રો કોર્ટમાં સી.આર પી સી ની કલમ 97 મુજબ અરજી કરી હતી. તેમાં એવી રજુઆત કરી હતી કે, મારા પતિને પોલીસવાળા છેલ્લા પાંચ દિવસથી ઉપાડી ગયા છે. પોલીસવાળા મારા પતિને કુબેરનગર ચોકીના પી.એસ આઈ હરકટ, સ્વામી અને અનિલ કામ્બલે ઢોરની જેમ છેલ્લા પાંચ દિવસથી માર મારી રહ્યા છે. પેન્ડિંગ ગુનામાં ગુનાની કબુલાત કરવા દબાણ કરી રહ્યા છે. આ મામલે વકીલ અંકુર ગારંગે એ રજુઆત કરી હતી કે આ પોલીસવાળા પોતાની કામગીરી બતાવવા કોઈ પણ વ્યક્તિને ઉપાડી કાયદો હાથમાં લેતા ગભરાતા નથી. આ પોલીસવાળા ઘણા સમયથી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા બગાડી રહ્યા છે. ઘણી રજુઆત કરવા છતાં તેમની સામે પી.આઇ. કોઈ પગલાં લેવા તૈયાર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અનિલ કામ્બલે સામે મહિલાને માર મારવા બદલ ફરિયાદ થઈ છે. અત્યાર સુધી તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.જામીન લાયક ગુનામાં પણ આરોપીઓને ગેર કાયદેસર રીતે ગોંધી રાખવામાં આવે છે.ભારતીય બંધારણનો સરેઆમ ભંગ કરવામાં આવે છે.

 319 ,  1