અમદાવાદ : નવા નરોડામાંથી એમડી ડ્રગ્સ બનાવતી મિનિ લેબ ઝડપાઈ

આરોપીએ ઘરની છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી દીધું…

મુખ્ય સપ્લાયર અને ડ્રગ્સ બનાવનાર સહિત ચારની ધરપકડ

અમદાવાદના નવા નરોડામાંથી એમડી ડ્રગ્સ બનાવવાની મિનિ લેબ ઝડપાઈ છે. ડ્રગ્સ પેડલર્સ સામે સખ્ત કાર્યવાહી કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની લેબ બનાવી એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા આરોપી સહિત વધુ ચારની ધરપકડ કરી છે. આરોપીએ ઘરની છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી દીધું હતું.

7 મી ડિસેમ્બરે થલતેજમાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડેલ 23.86 ગ્રામ ડ્રગ્સની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એક પછી એક આરોપી ઓની પૂછપરછ કરતાં કરતાં પોલીસ નવા નરોડા વિસ્તારમાં એમ ડી ડ્રગ્સ બનાવતી મીની લેબ સુધી પહોંચી ગઈ અને ડ્રગ્સનું ઉત્પાદન કરનાર આરોપી બિપીન પટેલ, મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને બે ડ્રગ્સ પેડલરને ઝડપી લીધા.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી બિપિન પટેલ નવા નરોડામાં પોતે આખી મિનિ લેબ ઊભી કરી અને રાસાયણિક પદાર્થો મેળવી અને પોતે એમડી ડ્રગ્સ બનાવી પંકજ પટેલને આપતો હતો. બિપિન પોતે સાયન્સ કેમેસ્ટ્રી અને વિષયનો સારો જાણકાર હોવાથી ડ્રગ્સ બનાવવા માટેનો કાચો સપ્લાય મેળવી અને ડ્રગ બનાવતો હતો.

છ મહિના બીપીન પટેલ આ પંકજ પટેલ તેને મળ્યો હતો. જેણે આ એમ ડી ડ્રગ્સ બનાવી આપવા માટે જણાવ્યું હતું, અને બિપીન પટેલ પોતે ડ્રગ્સ એન્ડ કેમેસ્ટ્રી વિષયમાં સ્નાતક હોય, પંકજ દ્વારા આપવામાં આવતા કી મટીરીયલ ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોનથી અન્ય મટીરીયલ મેળવી આ ડ્રગ્સ બનાવતો હતો.

જ્યારે આરોપી પંકજ પટેલ જે વૈષ્ણવદેવી સર્કલ નજીક રહે છે અને છત્રાલ ખાતે એક કેમિકલ કંપનીમાં એક્ઝક્યુટીવ તરીકે નોકરી કરે છે. ગત જૂન મહિનામાં તેને કોરોના થતાં તે ચરાડા હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ગયો હતો. જ્યાં તેની મુલાકાત અસિત પટેલ સાથે થઈ હતી.

અસિત પટેલે તેને એમ ડી ડ્રગ્સ બનાવવા માટે મટીરીયલ આપવાનુ કહેતા પંકજ એક લિટરના રૂપિયા 15 હજાર ચૂકવી ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોન મેળવતો અને તે રૂપિયા 25 હજારમાં બિપીનને આપતો હતો. આરોપી બિપીન પટેલ એક ગ્રામના રૂપિયા 400ના ભાવે ડ્રગ્સ પંકજને આપતો. જ્યારે પંકજ 700 થી 800માં અસિત પટેલને આપતો. અને બાદમાં આસિત અગાઉ પકડાયેલ આરોપી રવી શર્માને સપ્લાય કરતો. જ્યારે રવી શર્મા નાના નાના પેડલરોને આપતો હતો.

સુધીમાં લગભગ રૂપિયા 2 કરોડનું એમ ડી ડ્રગ્સ બનાવ્યું..

આરોપી બિપીન પટેલે તેના મકાન રાધેશ્યામ રેસીડેન્સી નવા નરોડા ખાતે લિફ્ટ રૂમનો કબ્જો રાખી તેમાં મીની લેબ તૈયાર કરી હતી. અને ગત નવરાત્રી દરમિયાન એમ ડી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. જેણે અત્યાર સુધીમાં લગભગ રૂપિયા 2 કરોડનું એમ ડી ડ્રગ્સ બનાવ્યું હોવાનુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે.

ડ્રગ્સ બનાવવાં અંગેની ચીજવસ્તુઓ અને પદાર્થો જપ્ત

ક્રાઇમ બ્રાન્ચે મીની લેબ માંથી એમ ડી ડ્રગ્સ બનાવવાં અંગેની ચીજવસ્તુઓ અને પદાર્થો જપ્ત કર્યા છે. જેને FSLમાં મોકલતા રિપોર્ટમાં એમ ડી ડ્રગ્સ અને અન્ય રાસાયણિક પદાર્થોની હાજરી મળી આવેલ છે. જો કે ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થોનો ધુમાડો પણ સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ડ્રગ્સ બનાવવા માટેનું કી મટીરીયલ જે કંપનીઓ દ્વારા પુરૂં પાડવામાં આવતું હતું તે કંપનીઓ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી