સુરતમાં લગ્નના એક મહિના પહેલા યુવકે જીવનલીલા સંકેલી લીધી

ફિયાન્સી સાથે મોબાઈલ પર ઝઘડો થયા બાદ આપઘાત કર્યાની આશંકા

સુરતમાં દિન પ્રતિદિન આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિનના ઉન વિસ્તારનાના આશિયા નગરમાં રહેતા એક યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં ગમગીનનો માહોલ છલાઈ ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે, મૃતક તન્જીમ ખટ્ટીકના 6 જાન્યુઆરીના રોજ લગ્ન નક્કી થયા હતા. પોલીસને આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી મૃતહેદને પીએમ અર્થે મોકલી આગળની કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકે ક્યાં કારણે આપઘાત કર્યો તે અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જો કે, પરિવારજનોએ આપઘાત પાછળ ફિયાન્સી સાથે ઝઘડો થયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રમઝાન કુરેશી (મૃતકના બનેવી)એ જણાવ્યું હતું કે, પત્ની ભેસ્તાન સંબંધીને ત્યાં ગઈ હતી. બાળકો ઘરમાં હતાં. બન્ને બાળકોને ભોજન કરાવી તન્જીમએ ઘર બહાર મોકલી આપ્યા હતા. ત્યારબાદ મોબાઈલ ઉપર ઘણી લાંબી વાત કરી હતી. પછી ખબર નહિ શુ થયું ને ફાંસો ખાઈ લીધો હતો.

તન્જીમ દુકાન ઉપર કામ કરતો હતો. એક વર્ષ પહેલાં જ સગાઈ થઈ હતી. 6 જાન્યુઆરીના રોજ લગ્ન નક્કી થયા હતા. બે ભાઈ અને 4 બહેનોમાં તન્જીમ પરિવારનો લાડકો હતો. આપઘાત પાછળ ફિયાન્સી સાથે મોબાઈલ ઉપર ઝઘડો થયો હોય અને ગુસ્સામાં ફાંસો ખાઈ લીધો હોય એવી શક્યતા દેખાય રહી છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી