September 19, 2021
September 19, 2021

ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે ઝેર પીધુ, સારવાર દરમિયાન મોત

ઉપલેટાના તણસવા ગામની મહિલાએ વખ ઘોળ્યું

ઉપલેટાની ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તણસવા ગામની પરણીતા સાથે જુનાગઢના યુવાનને પ્રેમ થઇ જતા મહિલાને ચાર સંતાનો હોવાથી લગ્ન ન થઇ શકવાના કારણે બંનેએ સાથે ઝેર ગટગટાવી પી લેતા પરણીતા મહિલાનું મોત નોંધાયુ છે જયારે યુવાન જીવનમરણ વચ્ચે જોલા ખાઇ રહ્યો છે.

આ બનાવની વિગત મુજબ રાજકોટ જીલ્લાના ઉપલેટા તાબેના તલંગણા ગામના રહીશ જાનાબેન અરવિંદભાઇ સોલંકી દે.પુ. અને જુનાગઢ ભરાડ સ્કુલ પાસે રહેતા મુનીબેન પરસોતમભાઇ છગનભાઇ પરમારના દિકરા વિજય સાથે પ્રેમ સંબંધ થઇ ગયેલ પરંતુ જાનાબેન પરસોતમભાઇ પરણીત હોય અને તેને ચાર સંતાનોની માતા હોય અને લગન બંનેના થઇ શકે તેમ ન હોય જેથી બંનેએ સજોડે દવા પી લેતા વિજય સારવાર હેઠળ છે. બનાવની તપાસ કે.એન.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

 53 ,  1