September 20, 2021
September 20, 2021

કેશોદમાં નવું એરપોર્ટ બનશે, કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કરી જાહેરાત

આગામી 100 દિવસમાં પાંચ નવા એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય

ગુજરાતના કેશોદમાં નવુ એરપોર્ટ બનશે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી છે. તેમણે કહ્યું કે, દેશમાં પાંચ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી 100 દિવસમાં પાંચ નવા એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય છે.

 જુનાગઢ જિલ્લાના કેશોદમાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેશોદમાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉડાન યોજના અંતર્ગત આગામી 100 દિવસમાં ચાર નવા એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે.

જેમાં કેશોદની સાથે ઝારખંડના દેવધર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ તેમજ યુપીના કુશીનગર એરપોર્ટનો સમાવેશ છે.આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ચાર અને ઉત્તરાખંડમાં બે નવા હેલિપેડ પણ બનાવવામાં આવશે.

 એરપોર્ટનું નવીનીકરણ થશે અને હેલીપોર્ટ બનશે

યોજના મુજબ જે 5 એરપોર્ટનું નવીનીકરણ કરાશે તેમાં ગુજરાતના કેશોદ, ઝારખંડના દેવઘર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ ઉપરાંત ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બનશે. હેલીપોર્ટ હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી, મંડી, અને બડ્ડી ઉપરાંત ઉત્તરાખંડના હલ્દવાની અને અલ્મોડામાં બનાવવામાં આવશે. 

યુપીના ઝેવરમાં બનશે એરપોર્ટ, 30,000 કરોડનું રોકાણ

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે એક અન્ય એરપોર્ટ ઉત્તર પ્રદેશના ઝેવરમાં બનશે. આ એરપોર્ટ ફક્ત યુપી નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હશે. જેમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. ઉત્તરાખંડના દહેરાદૂન એરપોર્ટમાં 457 કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. ત્યાં એક નવું ટર્મિનલ ભવન બનાવવામાં આવશે. ત્યારબાદ ટર્મિનલ ભવન વર્તમાનમાં 250 મુસાફરોની જગ્યાએ 1800 મુસાફરોને સંભાળી શકશે. 

 25 ,  1