September 26, 2022
September 26, 2022

TREE PLANT: “તારી જાણ બહાર ભીતરમાં એક આખ્ખુ ચોમાસુ મોહરવી શકે છે.”

ગુજરાતના જાણીતા ન્યૂઝ ફોટોગ્રાફર શૈલેશ રાવલે ચોમાસાની ઋતુમાં ક્યાંક કોઈ લીંબોળીનું વૃક્ષ અંકુર સ્વરૂપે તૂટેલા ફૂટેલા માટલામાં મોહરે એવી તસ્વીર મુકેલી વૃક્ષારોપણનો આગવો અને અનેરો અખબારી સંદેશો આપ્યો છે .

તારો અણછડતો સ્પર્શ શું કરી શકે, એ તને ક્યાં ખબર છે..! “તારી જાણ બહાર ભીતરમાં એક આખ્ખુ ચોમાસુ મોહરવી શકે છે.” તુટેલા મટકામાં ધુળમાટીના ઢેફા ભેળું એકાદ લીંબોળી બીજ ક્યાંક કચરા ભેગુ ભંડારાયું હોય, કોઈ તેની લગીરેય દરકાર ના કરતુ હોય ત્યારે વરસાદી એક બુંદ તેને જરીક ઘસરકો કરી, બીજ ફણગાવે કે તેમાં એક આખ્ખું ચોમાસુ મૉહરી ઉઠે. જે એક લહેરાતો મદમસ્ત લીલોછ્મ્મ લીંબડો બની સતત ઝૂમ્યા કરે છે.

‘આવી અષાઢી બીજ’ નું આ સાચુ બુંદ દર્શન છે. વૈશાખ-જેઠનો આકરો તાપ ધરતીને એવી તો તપવી દે કે સૂર્યનારાયણની અગનઝાળ પાતાળમાંથી ફૂટતી લાગે, ઝાડ તો ઠીક મૂળિયા પણ મુરઝાઈ જાય, પાંદડાં કૂંપળ સાથે સાથે ડાળીઓ શેકાઈને એવી કાળી પડી જાય, લાગે છપ્પનિયા દુકાળની ભુતાવળ જાણે ફરી બેઠી થઈ હોય.

ધરાનો લીલો રંગ તાપ પ્રતાપે સર્વત્ર માટોડીયો બની રહ્યો હોય, ધરતીમાં ધરબાયેલા જીવાતજીવડાં વધારે ઊંડા ઉતરી ટકી રહેવા હવાતિયાં મારતા હોય, સરિસૃપ જીવો દર ઊંડાં કરવા મથામણ કરતા હોય, દિવસ તો ઠીક રાત પણ ગરમીથી તોબા પોકારી જાય ત્યારે અષાઢ આગમને આથમણે ચમકતી વીજળી અડાબીડ વાદળોના આવવાની આલબેલ પોકારે, ને કડાકાભડાકા વચ્ચે બેપાંચ ફોરાં, થોડીઘણી બુંદ સાગમટે ધરાને ધરવ કરવા સંકેત આપે ત્યાં તો ધરતીનું આખું પડળ ખળભળી ઉઠે.

વગડે રાત્રે તમરાંગુંજન અને દેડકાસૂરાવલીની જુગલબંધી સાથે જીવમાત્રમાં ચોમાસુ મોહરી ઉઠે તે આ અષાઢબુંદ….!

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી