September 19, 2021
September 19, 2021

પત્રકારો સાથે તાલિબાનની બર્બરતાની તસ્વીર આવી સામે

તાલિબાને દેખાડ્યો પોતાનો અસલી રંગ

અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાન શાસન બાદ સામાન્ય લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અલગ અલગ શહેરોમાં તાલિબાન સરકાર વિરૂદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે, આ પ્રદર્શનોની આગેવાની મહિલાઓ કરી રહી છે. જોકે તાલિબાન આ પ્રદર્શનોને લઈ ભારે રોષમાં છે.

કાબુલ શહેરમાં તાલિબાનોએ તમામ હદો પાર કરીને પ્રદર્શનને કવર કરવા આવેલા પત્રકારો સામે પોતાનો અસલી ચહેરો દુનિયા સમક્ષ મૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન લડવૈયાઓએ પત્રકારોને એક રૂમમાં બંધ કરી દીધા અને તેમને કલાકો સુધી માર માર્યો અને તેમની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી. પત્રકારોને માર મારતો વીડિયો જોઈને તમે ચોંકી જશો. લોસ એન્જલસ ટાઇમ્સમાં પ્રકાશિત થયેલી તસવીરમાં જોઇ શકાય છે કે તાલિબાનોએ પત્રકારોને કેવી રીતે માર માર્યો છે.

મહિલાઓ એટલા માટે પણ પ્રદર્શન કરી રહી છે કે, સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. શાળા-કોલેજીમાં છોકરા અને છોકરીઓને એક સાથે અભ્યાસ નથી કરાવાઈ રહ્યો અને પોષાકને લઈને પણ અનેક પ્રતિબંધો લાદ્યા છે. હાલ મહિલાઓ કામ નથી કરી શકતી જ્યારે તાલિબાને એમ કહ્યું હતું કે, તેમની સરકારમાં મહિલાઓની ભાગીદારી રાખશે.

ઉલ્લેખનીય છે કે, કાબુલ ઉપરાંત મજાર એ શરીફ અને અન્ય શહેરોમાં છેલ્લા 2-3 દિવસથી પ્રદર્શનો તેજ થયા છે. અમેરિકાના વોશિંગ્ટન ખાતે પણ અફઘાની નાગરિકો પ્રદર્શન કરી રહ્યા છે. અફઘાની નાગરિકોમાં તાલિબાન ઉપરાંત પાકિસ્તાન પ્રત્યે પણ ગુસ્સો છે. પાકિસ્તાની વાયુસેનાએ તાજેતરમાં જ પંજશીર વિસ્તારમાં ડ્રોન વડે હુમલો કર્યો હતો તથા તાલિબાન સામે લડી રહેલા નોર્ધન એલાયન્સના ફાઈટર્સને નિશાન બનાવ્યા હતા.

 24 ,  1