રશિયાના તાતારસ્તાનમાં પ્લેન ક્રેશ, 16નાં મોત, 7નો બચાવ

વિમાનના બે ટૂકડા થઈ ગયા

રશિયાના તાતારસ્તાનમાં આજે સવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. વિમાન ક્રેશ થવાના પગલે 16 જેટલા લોકોનાં મોતના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે આ સાતમાંથી એકની હાલત ખુબ જ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.

રશિયાના ઈમરજન્સી મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર L-410 Turbolet નામનું વિમાન કુલ 23 લોકોને લઈને તેના ગંતવ્ય સ્થાન ભણી ઉપડ્યું હતું. વિમાન જ્યારે ઊંચાઈ પર હતું ત્યારે કોઈ કારણસર તેનું એન્જિન બંધ થઈ ગયું હતું. એન્જિન બંધ થવાન કારણે વિમાન ગોથા ખાવા લાગ્યું હતું અને આખરે તે ઘણી ઊંચાઈએથી જમીન પર તૂટી પડ્યું હતું તેમાં કુલ 23 લોકો સવાર હતા 16 લોકોના મોત થયા છે જ્યારે સાત લોકોને કાટમાળમાં જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે.

L-410 Turbolet વિમાન રશિયાની આર્મી, એવિએશન અને નેવીની સહાય માટે બનાવાયું છે. આ ટર્બોલેટ તૂટી પડવાની આ બીજી ઘટના છે. આ પહેલા જાન્યુઆરીમાં પણ આ વિમાન તૂટી પડ્યું હતું. જુલાઈમાં પણ આવી જ એક ઘટનામાં પ્લેન તૂટી પડ્યું હતું જેમાં 28 લોકોના મોત થયા હતા. રશિયાના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાતું હતું. વિમાનના બે ભાગ થઈ ગયા હતા તથા તેને ગંભીર નુકશાન પહોંચ્યું હતું.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી