બાઇક ચાલકે ટક્કર મારતા સરખેજ પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલનું મોત

રસ્તામાં બાઇક ચાલકે અડફેટે લેતા કાળ ભેટી ગયો, ચાલક સામે ગુનો દાખલ

સરખેજ-ધોળકા રોડ પર શક્તિનગરના નાકા પાસે રવિવારે રાત્રે 8 વાગ્યે પુરઝડપે આવતા બાઈક ચાલકે એક્ટિવાને સામેથી ટક્કર મારતાં સરખેજ પોલીસ સ્ટેશનના 30 વર્ષીય કોન્સ્ટેબલ યોગેશભાઈ અને તેમના પત્ની રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યોગેશભાઈનું શેલ્બી હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક યોગેશભાઈના ઈજાગ્રસ્ત પત્નીની સારવાર ચાલુ છે.

કોન્સ્ટેબલ તેમના પત્ની સાથે શાક લેવા નિકળ્યા હતા ત્યારે બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

યોગેશભાઈ પરમાર નવી ફતેહવાડી ખાતે રહે છે અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી હતા. અને સરખેજ પોલીસસ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. હાલ આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બીજીતરફ પોલીસકર્મી ના મૃત્યુ બાદ સમગ્ર પોલીસબેડા માં શોકનો માહોલ છવાયો છે.

 75 ,  1