મોડાસા : દ્વારકામાં ફરજ બજાવતો પોલીસકર્મી અચાનક થયો લાપતા

વડાપાઉ લઇને આવું છું કહીને નીકળેલો કોન્સ્ટેબલ ગુમ

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક પોલીસ કર્મચારી ઘરેથી વડાપાઉ લેવા નીકળ્યા બાદ અચાનક ગુમ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. ત્રણ દિવસ વિતી ગયા છતાં કોઇ ભાળ ન મળતા આખરે પત્નીએ પોલીસની મદદ માંગી છે. આ મામલે મોડાસા ટાઉન મથકે ગુમ થયાની ફરિયાદ નોધાવી છે. આ અંગે પોલીસે આગળની તપાસ હાથધરી છે.

દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ઝાલા મોડાસામાંથી લાપતા થયા છે. મોડાસાના જલારામપાર્કમાં રહેતા અને પોલીસ ખાતમાં ફરજ બાજવતા શિલ્પાબા ઝાલાએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મારા પતિ ઘરથી નાસ્તો લેવા નીકળ્યા હતા. વડાપાઉ લેવા જઉ છું તેવુ કહીને તેઓ ઘરેથી નીકળ્યા હતા. તેના બાદ તેઓ ઘરે પરત ફર્યા નથી. મારા પતિ રવિરાજસિંહ અમને કહ્યું હતું કે હું સહયોગ ચોકડી ઉપરથી વડાપાઉ લઈને આવું છું. તેમ કહીને ચાલતા ઘરેથી નીકળ્યા હતા.

ફરિયાદમાં પત્નીએ જણાવ્યું હતું કે, ગત 9 સપ્ટેમ્બર 2021ના રોજ મારી તબિયત સારી ન હોવાથી  મારા પતિ રવિરાજસિંહ ઝાલા દ્વારકા જીલ્લાના મીઠાપુર પોલીસમાં ફરજ બજાવતા હોવાથી તેઓ નોકરીમાં રજા મૂકીને અઠવાડિયાથી મોડાસા આવ્યા હતા. ત્યારબાદ મારા પતિ રવિરાજસિંહ અમને કહ્યું હતું કે હું સહયોગ ચોકડી ઉપરથી વડાપાઉ લઈને આવું છું. તેમ કહીને ચાલતા ઘરેથી નીકળ્યા હતા. જો કે ઘણો સમય વિતી ગયા છતાં પરત ન ફરતા કોલ કર્યો હતો. ત્યારે તેમનો બંધ આવતો હતો. આજુબાજુ તપાસ કરતા પણ કોઇ ભાળ મળી ન હતી.

અચાનક લાપતા થયેલા રવિરાજસિંહ ઝાલા આજદીન સુધી કોઇ અત્તો પત્તો ન લાગતા આખરે પત્નીએ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. પત્નીએ જણાવ્યું છે કે, મારા પતિ રવિરાજસિંહ જલારામપાર્ક સોસાયટીમાંથી નીકળ્યા તે સમયે કેસરી કલરનું ટીશર્ટ તથા બ્લ્યુ કલરનું પેન્ટ પહેર્યું હતું. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા જાણે છે. તેઓ દ્વારકા જિલ્લામાં મીઠાપુર પોલીસમાં ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી