અમદાવાદ : ભંગારની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પીરાણા ગામમાં ટ્રકમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં, દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો જાત-ભાતનો કીમયો અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાંખી રાજ્યમાં દારૂ ઘુસાડતા હોય છે. પરંતુ, ક્યાંક પોલીસને બાતમી મળતા ઝડપાઇ જતાં હોય છે. ત્યારે આવી જ એક વધુ અમદાવાદમાં દારૂ ઝડપવાની ઘટના સામે આવી છે. જેમાં પીરાણા ગામમાં ભંગારની આડમાં ટ્રકમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.

અસલાલી પોલીસને પીરાણા ગામે આવેલ ગઢવી ફાર્મના કંમ્પાઉન્ડના ગેટ પાસે એક ટ્રકમાં ભંગારના સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે તેવી બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીના આધારે રેડ કરીને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા પાઉચ મળીને કુલ 87 હજારથી વધુનો દારૂ, 10 લાખની કિંમતની ટ્રક તથા 9.50 લાખની મતાના માલ સામાન સાથે 3 આરોપીઓને પકડી પાડ્યા હતા.

હાલ પોલીસે દારૂના જથ્થા સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને 3 વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 66 ,  3