દક્ષીણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા

મૂળ ખેડા જિલ્લાના ઠાસરાના વતની અને અમદાવાદમાં સ્થાયી થયેલા યુનુસભાઇ સિકંદરભાઇ વ્હોરા(ઉ.વ.51)ની ગત 20મી જૂનના રોજ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાની ગામમાં લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી છે.

મળતી માહિતી અનુસાર યુનુસભાઇ ગાડીમાંથી ઉતરી દુકાન તરફ જઇ રહ્યા હતા. આ સમયે ગાડી પાછળ ઉભેલા એક લૂંટારૂએ ગોળી મારી દેતાં યુનુસભાઇ ત્યાંજ ફસડાઇ પડ્યા હતા. યુનુસભાઇને ગોળી માર્યા બાદ લૂંટારૂઓએ 20 થી 25 મિનિટ લૂંટ ચલાવી સાથે સાથે તોડફોડ પણ કરી હતી.

લૂંટારુઓએ લૂંટના ઇરાદે કરેલા ફાયરિંગમાં ગુજરાતીનું મોત થયું હતું, તેમજ દુકાનમાં કામ કરતો અન્ય એક કર્મી ઈજાગ્રસ્ત થયો છે. દુકાનમાં લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓ સીસીટીવી કેમેરાના ડીવીઆરને નુકસાન પહોંચાડીને ભાગી છૂટ્યા હતા.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી