September 19, 2021
September 19, 2021

ભાવનગરમાં કોંગ્રેસની રેલીમાં વર્તમાન અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે ઝપાઝપી

કોંગ્રેસની આબરૂના લીરા ઉડ્યા, તુ તુ..મે.. મે બાદ છૂટા હાથની મારામારી

ગુજરાતના ભાવનગરમાં કોંગ્રેસના મહિલા સભ્યો વચ્ચે છુટા હાથની મારામારી સર્જાતા સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આવા દ્રશ્યો સામે આવતા કોંગ્રેસને શરમમાં મુકાવવુ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બનાવના સમાચાર વાયું વેગે શહેરમાં ફેલાઈ જતા સમગ્ર ઘટનાએ જોર પકડ્યું છે.

મહત્વનું છે કે રોડ પર જ શહેર કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન મહિલા પ્રમુખ બાખડ્યા હતા. છુટાહાથની મારી સર્જાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પરતું સમગ્ર મામલે કોંગ્રેસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ભારે ચર્ચાઓ જાગી છે. દબાણકારોને નહીં હટાવવા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કોર્પોરેશનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે બાદ ત્યારે મીડિયા સમક્ષ નીવેદન આપવા મુદ્દે બંને મહિલા નેતાઓ ઉગ્ર બોલાચીલી થઈ હતી જે બાદ અપશબ્દો બોલી બંને મહિલા નેતાઓએ એકબીજા સાથે છુટ્ટા હાથની મારામારી કરી હતી.

કોંગ્રેસના મહિલા સભ્યો વચ્ચે મીડિયામાં નિવેદન આપવા મામલે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે જે બાદ બંને મહિલાઓ રોડ પર અપશબ્દો બોલી એકબીજા સાથે મારા મારી પર ઉતરી આવી હતી કોંગ્રેસની આબરૂના લીરા ઉડ્યા હોવા છતાં કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે પગલા ભરવા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા સમગ્ર મામલે ચર્ચાએ જોર પકડ્યું છે.

 68 ,  1