ગુજરાતમાં પણ અન્‍નદાતાના આપઘાતનો સિલસિલો જારી….

1 વર્ષમાં આટલા ખેડૂતોએ કરી આત્મહત્યા, કારણ વિવિધ…

કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં દેશમાં ખેડૂતોની આત્મહત્યાના સિલસિલો યથાવત છે. વર્ષ 2020માં ખેડૂતો (ખેડૂતો અને ખેતમજૂરો)ની આત્મહત્યાના કેસોમાં 2019ની સરખામણીમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે જ્યારે ખેતમજૂરોની આત્મહત્યાના કેસમાં 18 ટકાનો વધારો થયો છે તેમ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો( NCRB)ના રિપોર્ટમાં આપઘાતને લઈને રજૂ કરવામાં આવેલા એક અહેવાલમાં ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે. બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો NCRBના રિપોર્ટ પ્રમાણે કોરોના કાળના વર્ષ 2020માં 126 ખેતમજૂરો અને ખેડૂતોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેમાં 5 ખેડૂતો અને 121 ખેતમજૂરોએ જીવન ટુંકાવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આપઘાતના કેસનું પ્રમાણ વધ્યું છે તેમા પણ ખેડૂતોમાં આપઘાતના કિસ્સા વધુ જોવા મળે છે.

કોરોનામાં લોકડાઉનને પગલે ખેડૂતો પોતાનો સામાન પણ બજાર સુધી પહોંચાડી શકતા નહોતા, જેથી મહા મહેનતે તૈયાર કરેલા પાક બગડી જતા મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો એવામાં ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગતા અનેક ખેડૂતોએ આપઘાત કર્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં જમીન વિહોણા ખેતમજૂરોની સંખ્યા વધુ જોવા મળે છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ આપઘાતના કિસ્સા

NCRBના અહેવાલ પ્રમાણે દેશમાં ખેતી ક્ષેત્ર સાથએ સંકળાયેલા 10,677 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં ગુજરાતમાં જ 126 લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 4006 લોકોએ આપઘાત કર્યો છે. તો કર્ણાટકમાં 2016, આંદ્રપ્રદેશમાં 889, મધ્ય પ્રદેશમાં 735 ખેતર મજૂરો અને ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે. ગુજરાતમાં 5 ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે 116 ખેતમજૂર સાથે 5 મહિલા ખેત મજૂરે પણ જીવન ટૂંકાવ્યું છે. આમ જો વાત જોઈએ તો કોરાના કાળમાં NCRBના રિપોર્ટ મુજબ ખેતી સાથે સંકળાયેલા 10 હજાર 677 લોકોએ આપઘાત કર્યો છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી