દહેગામ બાયડ રોડ ઉપર સાંપા ચોકડી પાસે સર્જાયો ગંભીર અકસ્માત

ગાંધીનગર જિલ્લા દહેગામ બાયડ રોડ સાંપા ચોકડી પાસે આજે સાંજે છ વાગે નાગજીના મુવાડાનો હરેશ અભાજી ઠાકોર પોતાનુ બાઈક જીજે-18-સીસી-3254 લઈને જઈ રહ્યો હતો. તે સમયે પુર ઝડપે કોઈ અજાણ્યા આઈસર ચાલકે આ બાઈક ચાલકને જોરદાર ટક્કર મારીને નાશી જવા પામ્યો હતો.

પરંતુ ઘટના સ્થળે લોકો ઉભા હોવાથી આ આઈસર ગાડીનો નંબર જીજે-18-એવી-6509 નોધી લીધો છે અને આ બાઈક ચાલક ગંભીર રીતે ઘવાતા તાત્કાલિક તેને સારવાર માટે દહેગામ ખાતે આવેલ સરકારી દવાખાને દાખલ કરવામા આવ્યો છે.

ઘટના સ્થળે મોટી સંખ્યામા લોકો જોવા મળતા હતા. અને આ બાઈક ચાલક હાલમા દહેગામ સરકારી દવાખાને સારવાર હેઠળ હોવાથી તેનો ચમત્કારી બચાવ થવા પામ્યો છે.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી