આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ધરખમ ઘટાડો

ક્રૂડની કિંમતમાં 15 દિવસમાં 15% ઘટાડો

બજારમાં બુલ્સ જોશમાં જોવા મળે છે તેવો એક્સપર્ટનો દાવો

છેલ્લા 24 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવા છતાં સામાન્ય લોકો હજી પણ વધેલી કિંમતોથી ખરાબ રીતે પ્રભાવિત છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ 91.17 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે, જ્યારે ડીઝલ 81.47 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 15 ટકાનો ઘટાડો થયા બાદ હવે લોકોને અપેક્ષા છે કે ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડશે.

કોરોનાના કેસ વધી જતા યુરોપના દેશોમાં ક્રૂડ ઓઈલની માંગ ઓછી થતા કિમંત નીચે આવી છે. જેની અસર પણ ભાવ પર પડી છે. માંગના કારણે એક બેરલની કિંમત 71 ડોલરથી ઘટીને 64 ડોલર પર આવી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં 15 દિવસમાં 15% ઘટાડો થયો છે. યુરોપમાં કોરોનાની ત્રીજી લહેર કારણે ત્યાં બળતણની માગમાં ઘટાડો થવાની સંભાવના છે. આ કારણે ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 71 ડોલર ની ઉપરની સપાટીથી સરકીને 64 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

આઇઆઇએફએલ સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા કહે છે કે રોગચાળાને કારણે ક્રૂડની માંગમાં ઘટાડાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો. ધીમી વેક્સિન રોલઆઉટ અને યુરોપમાં લોકડાઉનના ભય વચ્ચે  કાચા તેલની ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થયો છે.

તેમણે કહ્યું કે, માંગમાં ઘટાડો થવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રભાવિત થયા છે અને એકથી દોઢ અઠવાડિયામાં તેમાં 7 ટકાનો ઘટાડો થયો છે. જો માંગ નબળી રહી તો હજુ પણ કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે. ચાલો આપણે જાણીએ કે દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ડીઝલની કિંમત પ્રતિ લિટર 81.47 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 97.57 રૂપિયા થયો છે.

 53 ,  1