‘તું મરી જા…’ કહી યુવકે ધમકી આપતાં યુવતીએ લગાવ્યો ફાંસો : આત્મહત્યા માટે મજબૂર કરી

નરોડા વિસ્તારમાં યુવતીના આપઘાત મામલે ચોકાવનારો ખુલાસો

આરોપી યુવક યુવતીને અપશબ્દો બોલી ધમકી આપતો “તું મારી જા નહીં તો હું મારી નાંખીશ”.

નરોડા વિસ્તારમાં યુવતીના આપઘાત મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. જેમાં એક યુવકે આપઘાત માટે યુવતીને મજબૂર કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ સ્કૂલમાં અભ્યાસ કરતા યુવકે યુવતીને મરી જનાનુ કહી અપશબ્દો કહેતા યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલે યુવતીના પરીવારજનોએ આરોપી યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

નરોડા-દહેગામ રોડ પર હંસપુરા રેસિડેન્સીમાં રહેતા અને જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારી અજિત પટેલની મોટી પુત્રી ટીના પટેલ (નામ બદલ્યું છે)એ ગત 8 ડિસેમ્બરના રોજ રાતે 10 વાગ્યે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પરિવારજનોને યુવતીના મોબાઈલ ફોનમાંથી એક નંબર પરથી આવેલા મેસેજો જોવા મળ્યા હતા. જે મેસજ હાય, બોલ, રિપ્લાય તો આપ, વગેરે લખાણ અંગ્રેજીમાં હતું.

આ મેસેજ જોઈ ટીનાના પિતાએ પુત્રીના ધર્મના ભાઈને બોલાવ્યો અને પૂછપરછ કરી હતી. જેમાં ઘટસ્ફોટ કર્યો કે, ટીનાને મેસેજ કરી મીહીર મરી જવાનું કહેતો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મીહીર ટીનાને અપશબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપતો હતો. આ કારણે પાયલે આત્મહત્યા કર્યાની વિગતો ખુલી હતી. 

ધર્મના ભાઈએ કહ્યું હતું કે, ટીનાની સાથે 8મીએ બપોરે વાત કરી હતી. ટીના કહેતી હતી કે “મિહિર બહુ હેરાન કરે છે, મરી જવાનું કહે છે, ગાળો બોલે છે અને હું નહિ મરું યો એ મારશે એવું કહે છે. શું કરું યાર ?”

મિહિરે એને એટલે સુધી ટોર્ચર કર્યું હતું કે, તું આજે જ મરી જા અને ટીનાએ કહ્યું કે હું કોના માટે મરું તો તેણે ખરાબ શબ્દો વાપર્યા હતા. જો હું આજે નહિ મરું તો મારા ઘરે આવી મમ્મી પપ્પાને કહી દેશે આવી ધમકીઓ આપી છે. જો હું નહિ મરું તો જુદા જુદા નંબરો પરથી હેરાન પરેશાન કરશે. મારા ઘરેથી કહે તો કહેજે મિહિરે કીધું મરીજા. આ તમામ બાબતો ધ્યાને આવતાં યુવતીના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં યુવક મિહિર રાઠોડ (રહે. તક્ષશિલા રેસિડેન્સી, નરોડા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 60 ,  3