અમદાવાદ : વેજલપુરમાં વેક્સિનેશન સેન્ટર પર ધક્કામુક્કી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘટનાસ્થળે પહોંચ્યા

ટોકન સિસ્ટમ ન હોવાથી લોકોની ભીડ જામી

દેશ સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, તો બીજી તરફ સમગ્ર દેશમાં રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવમાં ગુજરાતમાં લાખો લોકોને રસી અપાવવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રસીકરણ અભિયાનમાં સોશિયલ ડિસ્ટન્સ અભાવ જોવા મળ્યો હતો. ટોકન સિસ્ટમ ન હોવાથી સેન્ટર પર ભારે ભીડ જામી હતી. તો બીજી તરફ ધક્કામૂકીના દશ્યો સર્જાયા હતા.

વેજલપુર વિસ્તારમાં ધારાસભ્ય કિશોર ચૌહાણ દ્વારા વેક્સિનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. વેજલપુરના સાનિધ્ય પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ કેમ્પમા ટોકન સિસ્ટમ ન હોવાના કારણે ભારે ભીડ થઈ હતી. વેક્સિન લેવા માટે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા  હતા. સાથે જ વેક્સિનેશન સ્થળ પર વ્યવસ્થાનો અભાવ દેખાયો હતો. જેથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તાત્કાલિક મુલાકાતે પહોચ્યા હતા. 

વેજલપુરના આ વેક્સિનેશન સેન્ટર પર લોકોએ લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે પડાપડી પણ કરી. ટોકન સિસ્ટમ ન હોવાથી લોકો માટે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.

અમદાવાદમાં 1 લાખના લક્ષ્યાંકને પહોંચી વળવા પ્રયત્નો શરૂ કરાયા છે. આ માલે AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે, અમદાવાદમાં તમામ વિસ્તારમાં ઓફલાઈન રજિસ્ટ્રેશનને પગલે થોડી અવ્યવસ્થા થઈ છે. અમે તેમાં સુધારો કરીએ છીએ. 

 53 ,  1