એક જ દિવસમાં એલન મસ્કની સંપત્તિમાં ચોંકાવનારો વધારો

24 કલાકમાં અધધ… 2.71 લાખ કરોડ કમાઈને રચ્યો ઈતિહાસ

ઈલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા કંપનીના માલિક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ચૌંકાવનારો વધારો થયો છે. કંપનીના CEO એલોન મસ્કની નેટવર્થમાં $36.2 બિલિયનનો વધારો થયો છે. ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાનું માર્કેટ કેપ $1 ટ્રિલિયન અથવા એક ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિ વધીને 288.6 બિલિયન ડોલર થઈ ગઈ છે. માત્ર એક જ દિવસમાં ₹2.71 લાખ કરોડની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે.

ટેસ્લાના શેરમાં સોમવારે ઉછાળો આવતા પહેલી વાર કંપનીની વેલ્યુએશન એક ટ્રિલિયન ડોલર એટલે કે એક લાખ કરોડ ડોલરને પાર કર્યા છે. આવું ત્યારે થયું કે જ્યારે કાર ભાડા પર આપતી કંપની હર્ટ્ઝ ટેસ્લા સાથે એક લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માટે એલાન કર્યું.

ફોર્બ્સ મેગેઝિનના (Forbes) રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, સોમવારે યુએસ શેરબજાર બંધ થયું ત્યારે મસ્કની નેટવર્થ શુક્રવારે હતી તેમાં 11.4 ટકા વધુ $255.2 બિલિયન ઉમેરાયા. આટલી સંપત્તિ કદાચ આજ સુધી કોઈ વ્યક્તિ પાસે રહી નથી. મસ્કની મિલકતમાં એક ટ્રેડિંગ સેશનમાં જ માર્કેટમાં $25.6 બિલિયનનો વધારો થયો છે.

આ યાદી અનુસાર, જેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં $193.3 બિલિયન સાથે ઘણા પાછળ છે. એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે 2022ના અંત સુધીમાં એક લાખ ટેસ્લા કારની ખરીદી પૂર્ણ થઈ જશે. મોટાભાગના મોડલ નાની કાર હશે. કંપની ચાર્જિંગ સ્ટેશનનું પોતાનું નેટવર્ક તૈયાર કરે છે કારણ કે તે યુ.એસ.માં ભાડાની ઈવીનો સૌથી મોટો કાફલો બનાવવા માંગે છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી