દક્ષિણ આફ્રિકામાં ‘ભારેલા અગ્નિ’ જેવી સ્થિતિ

પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમાના સમર્થકોની ભારે હિંસા

દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને જેલ મોકલ્યા બાદ ભારે હિંસા, લૂંટફાટ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. હિંસામાં અત્યાર સુધીમાં 72 લોકોના મોત થયા છે અને લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થિતિને કાબૂમાં કરવા માટે સરકારને સેનાને તૈનાત કરવાની ફરજ પડી છે. આર્મીને રસ્તા પર ઉતાર્યા બાદ પણ હિંસા યથાવત છે.

મીડિયામાં આહેલ અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકામાં થયેલ દાયકાઓમાં આ સૌથી વધારે ભયાનક હિંસા છે. પોલીસના એક નિવેદન અનુસાર પ્રદર્શન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 72 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે, મોટાભાગના લોકોના મોત દુકાનોમાં લૂટપાટ કરવા દરમિયાન નાસભાગ દરમિયાન થયા છે. સૌથી વધારે હિંસા ગાઉતેંગ અને ક્વાજુલુ નટાલ પ્રાંતોમાં થઈ રહી છે. હિંસા પ્રભાવિત વિસ્તારમાં પોલીસ અને આર્મી હિંસાને અટકાવાવનો પ્રયત્ન કરી રહ્યા છે. હિંસાની ઝપેટમાં જોહાનિસબર્ગ અને ડરબન જેવા શહેર પણ આવી ગયા છે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ છેલ્લા કેટલાક દિવસોથી જેકબ ઝુમાની સજા સામે આર્થિક રીતે મહત્વપૂર્ણ પ્રાંતોમાં હિંસક વિરોધની નિંદા કરી છે. કેટલાક રાજકીય અને નાગરિક નેતાઓએ હિંસાની નિંદા કરી છે અને આ પ્રદર્શનને ગુનાહિત કૃત્ય ગણાવ્યું છે.

તેમણે વઘુ કહ્યું કે વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ તે શાંતિપૂર્ણ રીતે થવો જોઈએ. દેશની ટોચની અદાલતે ભ્રષ્ટાચારના કેસમાં અદાલતમાં હાજર નહીં થવા બદલ તેને 15 મહિનાની જેલની સજા સંભળાવી હતી. ત્યારબાદ તેણે પોલીસને તેની ધરપકડ કરી હતી.

 30 ,  1