જામનગરમાં ગાંધીજીનાં હત્યારા ગોડસેની પ્રતિમા મુકાઈ, કોંગ્રેસ પ્રમુખે તોડી રોષ કર્યો વ્યક્ત

સ્થાપિત થયાના 24 કલાકમાં જ કોંગ્રેસે પ્રતિમાને તોડી પાડી..

મહાત્મા ગાંધીના જન્મસ્થળ ગુજરાત રાજ્યમાં જ જામનગરમાં તેમના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સોમવારે હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મુકી હતી અને આજે સવારે કોંગ્રેસના કાર્યકરોએ તેને તોડી નાંખી છે.

ગાંધીજીના હત્યારા ગોડસેને 10 ફેબ્રુઆરી, 1949ના રોજ ફાંસીની સજાનો ચુકાદો અપાયો હતો.15 નવેમ્બરે તેને ફાંસી આપવી દેવામાં આવી હતી.આ પ્રસંગે  જામનગરમાં હિન્દુ સેનાએ નાથુરામ ગોડસેની પ્રતિમા મુકવાની જાહેરાત 8 ઓગસ્ટે જ કરી દીધી હતી.જોકે તંત્ર દ્વારા આ માટે મંજૂરી અપાઈ નહોતી.

એ પછી જામનગરના હનુમાન આશ્રમમાં ગોડસેની પ્રતિમા સ્થાપવામાં આવી હતી.જેને લઈને રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો આજે સવારે આશ્રમ પહોંચ્યા હતા અને ગોડસેની પ્રતિમા તોડી નાંખી હતી.ધ્યાન ખેંચનારી વાત એ હતી કે, પ્રતિમા તોડતી વખતે કોંગ્રસેના નેતાઓ અને કાર્યકરોએ પણ ભગવા ખેસ ધારણ કરેલા હતા. 

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી