September 19, 2021
September 19, 2021

મેક્સિકોમાં તીવ્ર ભૂકંપથી ડોલવા લાગી ઈમારત

7.4ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, સુનામીનો ખતરો

દક્ષિણ મેક્સિકોમાં મંગળવારે રાત્રે આવેલા ભૂકંપના તીવ્ર આંચકાથી મેક્સિકો સિટી હચમચી ગયું હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે દક્ષિણ મેક્સિકો સિટીમાં મોટાભાગની ઇમારતો ધ્રુજતી જોવા મળી હતી. ભૂકંપ વિજ્ઞાનીઓ અને રહેવાસીઓનું કહેવુ છે કે, દક્ષિણી મેક્સિકોનું અકાપુલ્કોમાં 7.0ની શરૂઆતી તીવ્રતાવાળો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. અમેરિકી સુનામી ચેતવણી સિસ્ટમનું કહેવુ છે કે, મેક્સિકોના ગ્યુરેરોમાં 7.4 તિવ્રતાનો ભૂકંપ બાદ સુનામીનો ખતરો છે.

જોરદાર ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. ધ્રુજારી બંધ થયા બાદ પણ લોકો લાંબા સમય સુધી ઘરની અંદર ગયા ન હતા. ન્યૂઝ એજન્સી રાઉટર્સ અનુસાર, લોકો એકબીજાને પકડીને પોતાને સંભાળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ભૂકંપ સપાટીથી 12 કિલોમીટર નીચે આવ્યો હતો.

 27 ,  1