September 18, 2021
September 18, 2021

નવી વિક્રમી સપાટી સાથે શેરબજારની જોરદાર શરૂઆત

પ્રારંભિક કારોબારમાં SENSEX 400 અંક ઉછળ્યો

ભારતીય શેરબજારે ફરી એકવાર નવી રેકોર્ડ સપાટી દર્જ કરી છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ આજે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી નોંધાવી છે આજે બજાર જબરદસ્ત પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં SENSEX 54,210.15 અને NIFTY 16,237.90 ના વિક્રમી સ્તરે પહોંચ્યો છે. શરુઆતી કારોબાર દરમ્યાન સેન્સેક્સ 400 અંક ઉછળ્યો છે જયારે નિફ્ટી ૧૧૫ અંકથી વધુના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.

મંગળવારે વિક્રમી સપાટી નોંધાવ્યા બાદ આજે પણ બજારમાં ખરીદી યથાવત રહી છે.આજે સેન્સેક્સ 54,071 પોઇન્ટ પર ખુલ્યો હતો જયારે નિફ્ટી પણ 16,195.25 પર કારોબાર શરુ કર્યો છે. પ્રારંભિક તેજી સાથે સેન્સેક્સ ૦.૭૭ ટકા અને નિફટી ૦.૭૨ ટકા વધારો દર્શાવી રહ્યા છે.

 78 ,  1