PM મોદીની અમેરિકાથી પરત આવ્યા બાદ સેન્ટ્રલ વિસ્ટા કંસ્ટ્રક્શન સાઈટની અચાનક મુલાકાત

નવા સંસદ ભવન નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે આશરે 8.45 કલાકે દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટાની કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે અહીં સાઇટ પર એક કલાક પસાર કરીને નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ હતું. ચોંકાવનારી વાત એ છે કે, મોદીના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવાના કાર્યક્રમની કોઈ પૂર્વ માહિતી નહોતી, તેઓ અચાનક અહીં પહોંચ્યા અને તમામ નિયમોનું પાલન કરીને સ્થળનું નિરીક્ષણ કર્યું.

મહત્વનું છે કે સંસદ માટે નવા ભવનનું નિર્માણ ચાલી રહ્યુ છે. 2022માં તે તૈયાર થવાની આશા છે. નવું સંસદ ભવન ત્રિકોણીય આકારનું હશે. વર્ષ 2022માં દેશના 75માં સ્વતંત્રતા દિવસ સુધી તેના તૈયાર થવાની આશા છે. સરકાર વર્ષ 2022ના ચોમાસુ સત્રથી નવા ભવનનું મુહૂર્ત કરવા ઈચ્છે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરે આ પરિયોજનાની આધારશિલા રાખી હતી. ભવનનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ પરિયોજના પર 971 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે.

નવા સંસદ ભવનમાં લોકસભા સભ્યો માટે 888 સીટો હશે. આ સિવાય રાજ્યસભા સભ્યો માટે 326થી વધુ સીટો હશે. તેમાં એક સાથે 1224 સભ્યોને બેસવાની પણ વ્યવસ્થા હશે. આ સિવાય દરેક સભ્ય માટે 400 વર્ગફુટનું એક કાર્યાલય પણ આ ભવનમાં હશે. નવી સંસદ જૂની સંસદથી આશરે 17 હજાર વર્ગમીટર મોટી છે. નવા સંસદ ભવનમાં બધા સાંસદો માટે ઓફિસ તૈયાર કરવામાં આવશે. તેને 2024 સુધી તૈયાર કરી લેવામાં આવશે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી