September 22, 2020
September 22, 2020

‘હું સાવ કંટાળી ગઇ છું, કંઇ સહન કરી શકતી નથી..’ કહીને શિક્ષિકાએ કુવામાં લગાવી મોતની છલાંગ

અંતિમ ચિઠ્ઠી લખીને શિક્ષિકાએ કર્યો આપઘાત, પરિવારે આચાર્ય પર લગાવ્યો ગંભીર આરોપ

‘હું સાવ કંટાળી ગઇ છુ…જરા પણ શાંતિ નથી..હું કંઇ સહન કરી શકતી નથી…’ આ શબ્દો છે ભાવનગરની એક શિક્ષિકાના.. જેને આપઘાત પહેલા સુસાઇડ નોટમાં લખ્યા હતા. ભાવનગરના લાખણકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી 36 વર્ષીય શિક્ષિકા ભાવના પોરિયાએ મલેકવદર રોડ પર આવેલા ગામના કુવામાં મોતની છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું.

ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે રહેતા ભાવના પોરિયાએ (ઉ.36)એ પોતાના ઘર નજીક આવેલા જળુંબ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી હતી. ભાવનાબેન એ આત્મહત્યા કરતા પહેલા ઘરે એક બુકમાં સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં લખ્યું હતું કે હું ગામ કૂવામાં પડીને મારો જીવ આપું છું, મારો માધવ અને મારા મમ્મી પપ્પા મારા બંને ભાઈયો હું સાવ જ કંટાળી ગઈ છું મને જરા પણ શાંતિ નથી મારુ મન કઈ સારું વિચારતુ જ નથી હું કંઈ સહન કરી શકતી નથી,મારે નોકરી પર કામ કરવામાં પણ ઘણી તકલીફ પડે છે મારાથી થતું નથી હું સહન કરી શકતી નથી મારાથી ક્યારેય ભૂલ થઇ હોય તો માફ કરશો….તમારી ભાવુ

શિક્ષિકાએ આપઘાત કરી લીધાની જાણ થતા જ કૂવામાં ખાટલો ઉતારીને તેમનો મૃતદેહ કાઢવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઘોઘા પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ભાવનાબેન દાદરા પરથી અચાનક પડી જતા તેમને મણકામાં ઇજા પહોંચતા તેમનું ઓપરેશન કરાવેલ હતું જેથી સહન ના થતા તેમણે આવું પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ મૃતકના ભાઇએ શાળાના આચાર્ય ઉદય મારુ માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

મૃતકના ભાઇના આરોપ મુજબ, ભાવનાબેન શિક્ષક તરીકે ભાવનગર જિલ્લાના લાખણકા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં આચાર્યના ત્રાસના કારણે તેમણે આવું પગલું ભરેલ છે જેથી પરેશાન રહેવાના કારણે ભાવનાબેનએ આપઘાત કરી લીધો છે.

આ મામલે ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ શિક્ષિકાના આપઘાત બાદ સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

 124 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર