September 19, 2021
September 19, 2021

દિલ્હીના મલકાગંજ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી : Video

અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા

દિલ્હીની રાજધાની મલકાગંજ વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ છે. બિલ્ડિંગના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગને મકાન ધરાશાયી થવાનો કોલ મળ્યો. હાલમાં, બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જે સ્થળે મકાન ધરાશાયી થયું છે તે સબઝી મંડી પોલીસ સ્ટેશન હેઠળ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર દૂધની દુકાન હતી. તેમાં કેટલાક બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જ્યારે મકાન ધરાશાયી થયું ત્યારે નીચે અનેક વાહનો પાર્ક કરેલા હતા. જોકે, તે વાહનોની અંદર લોકો હતા કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા માટે ફાયર બ્રિગેડની 7 ટીમો સ્થળ પર હાજર છે. ઘણા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

 18 ,  1