September 18, 2020
September 18, 2020

રાજ્યમાં આજે 1009 કેસ નોંધાયા, 22નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 2500ને પાર

રાજ્યમાં આજે કોરોનાના 1009 કેસ નોંધાતા કુલ આંકડો 64,684 પર પહોંચ્યો

રાજ્યમાં આજે કોરોનાના 1009 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2509 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,614 એક્ટિવ કેસ છે, જ્યારે 47,561 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમા કુલ સંક્રમિતોની સંખ્યા 64,684 પર પહોંચી છે, જ્યારે 14,614 એક્ટિવ કેસ છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 151 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત નીપજ્યા છે. વડોદરાની વાત કરીએ તો વધુ 98 કેસ જ્યારે રાજકોટમાં 85 નવા કેસ નોંધાયા છે.

આ સિવાય દાહોદની વાત કરીએ તો 29 નવા કોરોના કેસ જ્યારે જામનગરમાં 34, ભાવનગરમાં 47, ખેડા જિલ્લામાં વધુ 20 કેસ નોંધાયા છે. અમરેલીની વાત કરીએ તો 19 જ્યારે ભરૂચમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, સુરતમાં 5, ભાવનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, કચછ 1, રાજકોટ 1, વડોદરા કોર્પોરેશન 1 મળી કુલ 22 લોકોના મોત થયા હતા.

 83 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર