September 23, 2020
September 23, 2020

રાજ્યમાં આજે કોરોનાના 1101 નવા કેસ નોંધાયા, 14 લોકોના મોત

રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો, અત્યાર સુધીમાં 69229 લોકોએ કોરોનાને આપી માત

રાજ્યમાં આજે કોરોનાના 1101 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 2897 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 86,779એ પહોંચી છે.

આજે સુરત કોર્પોરેશન 162, અમદાવાદ કોર્પોરેશન 153, વડોદરા કોર્પોરેશન 87, સુરત 86, જામનગર કોર્પોરેશન 76, રાજકોટ કોર્પોરેશન 63, રાજકોટ 36, કચ્છ 32, પંચમહાલ 32, વડોદરા 32, ભરૂચ 27, ભાવનગર કોર્પોરેશન 25, અમદાવાદ 24, દાહોદ 18, ગીર સોમનાથ 18, બનાસકાંઠા 17, ભાવનગર 16, અમરેલી 15, જુનાગઢ 15, ગાંધીનગર 14, ગાંધીનગર કોર્પોરેશન 14, મહેસાણા 14, જુનાગઢ કોર્પોરેશન 12, આણંદ 11, મોરબી 11, સાબર કાંઠા 11, નર્મદા 10, જામનગર 9, પોરબંદર 9, ખેડા 8, પાટણ 8, દેવભૂમિ દ્વારકા 7, નવસારી 7, તાપી 6, બોટાદ 5, મહીસાગર 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, વલસાડ 2, છોટા ઉદેપુર 1 કેસો મળી કુલ 1101 કેસો મળ્યા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3, જુનાગઢ -2, સુરતમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મળી કુલ 14 લોકોના મોત થયા છે.

રાજ્યમાં આજે 972 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 69229 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14653 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14574 લોકો સ્ટેબલ છે.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર