બોપલમાં સફલ પરિસરમાં કોરોનાના 80 કેસ આવતાં ખળભળાટ !!

બોપલ વિસ્તારમાં આવેલી સફલ પરિસર સોસાયટીમાં કુલ 80 કોરોના પોઝિટિવ કેસ 

અમદાવાદ શહેરમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. ગઈ કાલે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 354 કેસ આવતાં હડકંપ મચી ગયો છે. ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના બોપલ વિસ્તારમાં સફલ પરિસરમાં કોરોનાના 80 કેસો આવતાં ખળભળાટ મચી ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સફલ પરીસરના બંન્ને બિલ્ડિંગ સિલ કરવામાં આવ્યા છે. બંન્ને બિલ્ડિંગને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સફલ-1માં 42 અને સફલ-2માં 38 મળી સફલ બિલ્ડિંગમાં 80 કેસ આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને સફર પરિસર-1 અને 2 એમ બંને બિલ્ડીંગ સીલ કર્યા છે અને કન્ટેન્મેન્ટ ઝોનમાં લાવી દીધા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં તો આખે આખા પરિવાર જ કોરોનાની ચપેટમાં આવી ગયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

તો આ તરફ ગુરુકુળ વિસ્તારની એક સોસાયટીમાં તો પાંચ પરિવારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. પાંચ પરિવારની 20થી વધુ સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં પણ કેટલાક પરિવારો એવા છે, જ્યાં તમામ સભ્યોને ચેપ લાગ્યો હોય. આમ, આખે આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી જતાં હોવાની ઘટના બનતાં લોકોએ જાગૃત થવાની જરૂર છે. આવા જ સમાચાર સોલા ભાગવત અને થલતેજની કેટલીક સોસાયટીઓમાંથી પણ સામે આવ્યા છે.

અમદાવાદમાં કોઇ એક જ રહેણાંક કોલોનીમાં આટલા વ્યાપક પ્રમાણમાં કેસ આવવા તે કોરોના પોઝિટિવનો વેવ ફરી એકવાર શરૂ થયાની નિશાની. બીજી સૌથી ચિંતાજનક બાબત છે કે, હવે પરિવારમાંથી એક કેસ નહી પરંતુ આખા આખા પરિવાર પોઝિટિવ આવે છે. કોરોનાનું આ લક્ષણ ખુબ જ ચિંતાજનક છે. આ સેકન્ટ વેવની નિશાની છે. 

AMC દ્વારા 108 સેવાને સુચના આપવામાં આવી છે કે, એક જ પરિવારના લોકો દર્દી બને ત્યારે તમામને એક જ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે. તેમ છતા કોઇ પણ વ્યક્તિગત્ત કિસ્સાઓ પ્રકાશમાં આવે તો તેનું ધ્યાન દોરવા માટે અપીલ કરવામાં આવી છે

 204 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર