ગુજરાતમાં 354 જગ્યાઓ સહિત કુલ 1200થી વધુની ભરતી….

ગ્રેજ્યુટ ઉમેદવારો ફટાફટ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ….

દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ(SBI) વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. રસ ધરાવતા ઉમેદવારો કરી શકશે અરજી. SBI ગુજરાતમાં 354 જગ્યાઓ સહિત કુલ 1200થી વધુ પદ માટે દેશના અનેક રાજ્યોમાં ભરતી કરવામાં આવી છે. ઓમિક્રોન ના ખતરા વચ્ચે ઉમેદવારો માટે આ એક સારા સમાચાર કહી શકાય.

આ રીતે કરી શકાશે અરજી- અરજી પત્રક ઓનલાઈન સચોટ રીતે ભરવાનું રહેશે. એક વાર અરજી કર્યા પછી સુધારો કરવામાં આવશે નહીં. ઉમેદવારને https://sbi.co.in/ પરથી અરજી કરવાની રહેશે. તારીખ 9-12-2021થી 29-12-2021 સુધી કરી શકાશે અરજી.

SBI CBO ભરતી 2021 ત્રણ તબક્કાના આધારે કરવામાં આવશે. જેમાં લેખિત કસોટી, સ્ક્રીનીંગ ટેસ્ટ અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. આ પગલાંના આધારે મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર ઉમેદવારોને બેંકમાં નોકરી મળશે. લેખિત પરીક્ષા જાન્યુઆરી 2022 માં લેવામાં આવી શકે છે, જેનું એડમિટ કાર્ડ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. SBI ભરતીની મહત્વપૂર્ણ માહિતી અને સૂચનાની સીધી લિંક નીચે આપેલ છે.

લાયકાત- આ તમામ પદ માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત હોવી જોઈએ.

વય મર્યાદા- આ તમામ પદ માટે ઉમેદવાર ની વય 21 વર્ષ થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પરીક્ષા ફી- જનરલ કેટેગરી, OBC અને EWS ના ઉમેદવારો ને 750 રૂપિયા ભરવાના રહેશે. જ્યારે SC/ST કેટેગરીના ઉમેદવારને કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી