પ્રાંતિજ સિનેમા રોડ ઉપર લાકડા ભરેલ ટ્રેકટર પલ્ટી ખાઈ ગયુ

સદનસીબે અવર જવર ના હોય મોટી જાન હાની ટળી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિનેમા રોડ ઉપરથી પસાર થઈ રહેલ લાકડા ભરેલ ટ્રેકટર પલ્ટી ખાઇ ગાયુ હતું. જોકે, સદનસીબે આજુબાજુ માંથી વાહન ચાલક કે કોઇ અવરજવર ના કરતા હોય મોટી જાનહાની ટળી હતી.

પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાય દિવસોથી વૃક્ષછેદન પ્રવૃતિ બે રોકટોક વધી રહી છે અને રાત્ર દિવસ અનેક ટ્રેકટરો લાકડા ભરીને રાત્ર દિવસ હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે પ્રાંતિજ સિનેમા રોડ ઉપરથી લાકડા ભરીને પસાર થઈ રહેલ ટ્રેકટરની ટોલીનુ ટાયર નિકળી જતા ટ્રેલર પલ્ટીખાઇ ગઇ હતી જેના પગલે ટ્રેલરમા ભરેલ લાકડા રોડ ઉપર વેરવિખેર થઇ ગયા હતા. જોકે, સદનસીબે તે સમયે રોડ ઉપર આજુબાજુ માંથી કોઇ વાહન ચાલક કે કોઇ વ્યકિત પસાર ના થતા મોટી જાન હાની ટળી હતી.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી