મોરબી : માળિયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનના ચાર યુવકોના મોત

મોરબીના માળિયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનના ચાર યુવકોના મોત થયા છે.

મળતી વિગત પ્રમાણે, માળીયા ફાટક નજીક વહેલી સવારે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લીધું હતું. જેમાં ચાર લોકોને કાળ ભેટી ગયો હતો. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

ચારેય મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા. ચારેય મૃતકો રાજસ્થાનના ઉદેપુરથી મોરબી આવ્યા હતા અને દિનેશ નામનો વ્યક્તિ તેમને તેડવા આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

 19 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર