સુરતમાં આઠમા માળે રમતું બે વર્ષનું બાળક નીચે પટકાતાં મોત

કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસિડેન્સીની ઘટના

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ લક્ષ્મી રેસિડેન્સીના આઠમાં માળેથી 2 વર્ષનું બાળક નીચે પટકાતા મોત થયું છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કતારગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

ફ્લેટના આગળના પેસેજમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું. તેમજ રમતા રમતા જ  તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો. આ જ સમયે સંતુલન ગુમાવતા નીચે પટકાયો હતો, જેમાં તેનું કરુણ મોત થયું હતું.

નોંધનિય છે કે, મહદંશે શહેરોમાં હાઈરાઈઝ એપાર્ટમેન્ટ્સમાં આ પ્રકારની ગ્રિલ ગેલરીમાં અને ફ્લેટના વચ્ચેના પેસેજમાં આપણને જોવા મળતી હોય છે. આવા સમયે ઘરમાં નાનાં બાળકો હોય તો સુરતમાં બનેલી આ ઘટના ચેતવણીરૂપ કિસ્સો છે કે એક નાનીસરખી બેદરકારી બાળકનો જીવ લઈ શકે છે. ગ્રિલ કે પેસેજમાં કે ગેલરીમાં જો બાળક પડી શકે એવી જગ્યા હોય તો રમતાં રમતાં આ ઘટના બની શકે છે, એથી પરિવારજનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારની સ્થિતિમાં બાળકને એકલું રમવા માટે છોડવું જોઈએ નહીં.તેમજ આ પ્રકારે જો બાળક નીચે પડી જાય એવી જગ્યા હોય તો એને બંધ રાખવી જરૂરી છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી