રામ રાખે તેને કોણ ચાખે…! ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પટકાઇ, કુદરતી રીતે થયો આબાદ બચાવ

 અડધી રાત્રે RPFના જવાનોએ બાળકીને બચાવી

જાકો રાખે સાંઇએ ઉસે માર શકે ના કોઇ, આ વિધાનને ચરિતાર્થ કરતી એક ઘટના અવંતિકા એકસપ્રેસમાં બની છે. અહીં ચાલતી ટ્રેનની બારીમાંથી એક બાળકી પડી ગઇ હતી. જેનો ચમત્કારીક રીતે આબાદ બચાવ થયો છે. ગુજરાતના અમલસાડ સ્ટેશન પર આ ઘટના બની હતી.

ભીલાડથી દેવાસ અવંતિકા એક્સપ્રેસમાં પરિવાર 2 વર્ષની બાળકી સાથે પ્રવાસ કરી રહ્યો હતો. આ સમયે ઇમર્જન્સી એક્ઝિટની બારીમાં 2 વર્ષની બાળકી બેઠી હતી. જો કે અચાનક બાળકી ચાલું ટ્રેનમાંથી નીચે પડી ગઇ. બાળકી નીચે પડી જતાં પરિવાર તરત જ સાંકળ ખેંચી અને ટ્રેન ઉભી રખાવી ત્યારબાદ ટ્રેન થોભતા ઘટનાની જાણ રેલેવે પોલીસને કરવામાં આવી હતી.

આ સમયે ટ્રેન અમલસાડ રેલવે સ્ટેશન પર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રેલવે ટ્રેક પર આરપીએપ પોલીસ તપાસ કરીને બાળકીને શોધી કાઢી હતી. બાળકીને રડવાનો અવાજ આવતા તે દિશામાં તપાસ શરૂ કરતા ઇજાગ્રસ્ત બાળકી મળી આવી હતી. બાળકીના માથામાં સામાન્ય ઇજા પહોંચી હોવાથી તાબડતોબ હોસ્પિટલ લઇ જવાય હતી. હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

 83 ,  1