એક અનોખી પ્રથા જેમાં દિકરી ભાગે તો 1.50 લાખ દંડ અને દિકરો ભાગે તો 2 લાખ રૃ દંડ

છેલ્લા થોડા દિવસથી આપણે આંતરજ્ઞાતીય લગ્નમાં યુવાનો ભાગવાનાં કિસ્સાઓ જોયા છે. જે લોહિયાળ પણ બન્યાં છે અને પોલીસ અને સોશિયલ મીડિયાની શરણે જવાનો પણ વારો આવ્યો છે. ત્યારે ગુજરાતનાં બનાસકાંઠાનાં દાંતીવાડાનાં 12 ગામોનાં ક્ષત્રિય ઠાકોર સમાજે અનેક નિયમો બનાવ્યાં છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજની છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જે છોકરી કોઇની સાથે ભાગી જાય તેમાં પિતાને 1.50 લાખ રૂપિયા અને જો દીકરો ભાગી જાય તો 2 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. આવા 9 મુદ્દાઓનું સામાજિક બંધારણ બનાવ્યું છે.દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવાસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બંધારણ ઘડવા જેગોલ ગામમાં આ નિયમો બનાવ્યા છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી