એક એવું ગામ કે જે રક્ષાબંધનના દિવસને માને છે અશુભ, જાણો કેમ…

સમગ્ર ભારતમાં કાલે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનનાં દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈ ને બહેન રાખડી બાંધી ને એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવે છે જેની પાછળ નું કારણ આપ જાણશો તો દંગ રહી જશો. 

રક્ષાબંધન ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ નુ પ્રતીક પરંતુ પાલનપુર તાલુકાના એક ગામમાં આ પવિત્ર તહેવાર ના દીવસને પણ અશુભ માનવામાં આવે છે અને જેથી ગામ લોકો આગલા દિવસે રક્ષાબંધન ઉજવે છે. 

   પાલનપુરથી આઠ કી.મી. દુર આવેલ પાલનપુર તાલુકા નું ચડોતર ગામ કે જ્યાં આજે રક્ષાબંધન ના એક દિવસ પહેલાં આખા ગામની દીકરીઓ ભાઈ ને રાખડી બાંધીને રક્ષાબંધન ની ઉજવણી કરી રહી છે. છેલ્લા ૨૦૦ વર્ષ થી પરંપરા મુજબ રક્ષાબંધન ના આગળ ના દિવસે ચડોતર ગામમાં ભાઈ બહેન ના પવિત્ર બંધન સમાન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો તેની દહેશત ના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા ત્યારે ગામજનો એકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારી એ ચડોતર ગામની સુખ અને સલામતી ના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધન ના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામમા યથાવત છે.

   લોક વાયકા મુજબ ગામ માં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓ ના મોત નિપજ્યા હતા જેના કારણે ગામ ના લોકો ગભરાઈ ગયા હતા અને ગામ ના શિવજી ના મંદિર માં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે એ સંતે કહ્યું કે આખા ગામ માં થી દૂધ ભેગું કરો અને આખા ગામ ના દરેક ખૂણે ખૂણે છાંટી દો જેથી ગામ ના લોકો એ દૂધ ભેગું કરી ને આખા ગામ માં છંટકાવ કર્યો જેના કારણે થોડી જ વાર માં બધુજ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી  હવે રક્ષાબંધન ના દિવસે આપડા ગામ માં કોઇ બહેન પોતાના ભાઈ ની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યાર થી લઈ ને આજ દિન સુધી ચડોતર ગામ ની એક પણ બહેન પોતાના ભાઈ ને રાખડી બાંધતી નથી. 

દેશભરમાં આવતી કાલે ભાઈ-બહેન ના પવિત્ર બંધન એવા રક્ષાબંધન ઉજવણી થનાર છે ત્યારે આજે રક્ષાબંધન ના  એક દિવસ અગાઉ પાલનપુર ના ચડોતર ગામની બહેનો એ  આજે ભાઈ ને રાખડી બાંધી ને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણી ની ૨૦૦ વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી