મહીસાગરના બાલાસિનોરમાં ચેતવણીરૂપ કિસ્સો, ચાલુ ચાર્જિંગે ગેમ રમતા મોબાઇલમાં થયો બ્લાસ્ટ

કિશોરની 3 આંગળી અને અંગૂઠો તૂટી ગયો..

મહીસાગર જિલ્લામાં બનેલી એક ગંભીર ઘટનામાં કિશોર મોબાઈલ ચાર્જ કરતાં કરતાં ગેઈમ રમતો હતો ત્યારે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થતાં કિશોરને ગંભીર ઈજા થઈ છે. બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવ્યોછે. મોબાઈલ ચાર્જિંગ માં રાખી ગેમ રમવા કે વાત કરનારા લોકો માટે અને બેદરકારી દાખવાનાર વાલીઓ માટે આ ઘટના ચેતવણી સમાન છે.

બાલાસિનોરના ભમરીયા ગામની ઘટનામાં મોબાઈલ ચાર્જિંગ ચાલુ રાખી ગેમ રમતા સમયે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ગેમ રમતા કિશોરના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને બાયડની હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયો છે. 

આ કિશોરના હાથની આંગળીના ટેરવા ઉડી ગયા હતા. આ ઘટનાથી હતપ્રભ થયેલા વાલીઓ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેના હાથની આગલીનું ઓપરેશન કરવું પડ્યું હતું. શાળાના નાના ભુલકાઓ અને વિધાર્થીઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે કે, મોબાઈલ ક્યારેય ચાર્જમાં મુક્યો હોય ત્યારે, તેનાથી રમવું ના જોઈએ.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી