કચ્છ : એક સાથે ત્રણ બાળકોના મોત બાદ હુશેનીવાઢ ધ્રોબા ગામમાં શોકનું મોજું

નદી કિનારે માટીનું ઘર બનાવ્યું, નીચે દટાઈ જતાં 3 બાળકોનાં મોત

કચ્છના એક ગામમાં 3 બાળકોના મોતની ઘટના સામે આવી છે. ગામ નજીક આવેલી નદી પાસે રમવા ગયેલા બાળકો માટીમાં દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જો કે, બાળકોના મોતના સમાચારથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હુશેનીવાઢ ધ્રોબા ગામ નજીક આવેલી નદીની માટીમાં બાળકો રમવા ગયા હતા. નદીની માટીમાં બાળકો ઘર બનાવી અંદર રમતા હતા કે અચાનક માટી ધસી પડતા તેમાં બાળકો દટાઈ ગયા હતા. જો કે, બાળકો મોડે સુધી ઘરે પરત ના ફરતા માતા પિતા સહિત ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે નદીની માટીમાં દટાયેલી હાલતમાં બાળકો મળી આવ્યા હતા.

ભુજ તાલુકાના ખાવડાના હુસેનીવાડ ધ્રોબા ગામે માટી નીચે દટાઇ જવાથી 3 બાળકોનાં કરૂણ મોત નિપજ્યા છે. ગઇકાલ મોડી રાતનો આ બનાવ છે. ગામ પાસે આવેલ નદીમાં 3 બાળકો રમવા ગયા હતા. નદી પાસે માટીનું દર બનાવી અંદર બેઠેલાં બાળકો પર માટી ધસી પડતા બાળકોનાં મોત થયા હતા. ત્રણ બાળકોના મોતના સમાચાર આવતા માતા-પિતા આઘાતમાં ગરકાવ થઈ ગયા છે.

મોડે સુધી બાળકો પરત ના આવતાં ગ્રામજનો દ્વારા શોધખોળ સમયે ત્રણે બાળકો દટાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે. હુશેનીવાઢ ધ્રોબાના ગામમાં 3 બાળકોના ઘટનામાં મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. તો આખું ગામ હિબકે ચઢ્યું હતું.

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર