OMG: વડોદરામાં એક મહિલાએ આપ્યો 55 મિનીટમાં 4 બાળકોને જન્મ !

સામાન્ય રીતે સંતાન પ્રાપ્તિ માટે દંપતિ અનેક માનતા રાખતા હોય છે. પરંતુ વડોદરામાં એક અનોખો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. અહીં એક મહિલાએ 55 મિનિટમાં 4 સંતાનને જન્મ આપ્યો. 5 લાખ મહિલાઓમાં એક મહિલા એક સાથે ચાર બાળકોને જન્મ આપે છે. વડોદરા સયાજી હોસ્પિટલ અને વડોદરાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાય છે.

વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં ડિલેવરી માટે એક મહિલાને એડમિટ કરવામાં આવી, હોસ્પિટલ સ્ટાફે તુરંત સારવાર શરૂ કરી, આ દરમિયાન 55 મિનિટમાં મહિલાએ એક 4 બાળકોને જન્મ આપતાં હોસ્પિટલ સ્ટાફ પણ અચંબામાં મૂકાઇ ગયો હતો.

વાડી મોડી વ્હોરવાડમાં રહેતા રૂકસારબાનુ ગુફરાન માગદખાને રવિવારે પેટમાં દુખાવો થતા પરિવારજનો તુરતજ સયાજી હોસ્પિટલ સ્થિત રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબ ટીમની મદદથી રૂકસારબાનુંએ 55 મિનીટમાં 4 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં રાત્રે 1 કલાકે પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો. તે બાદ 1.38 કલાકે બીજો પુત્ર, 1.39 કલાકે ત્રીજો પુત્ર અને 1.55 કલાકે ચોથા પુત્રને જન્મ આપ્યો હતો.

પિડીયાટ્રીક વિભાગના પ્રોફેસર ડો. શિલાબહેન ઐયરે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે એક મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો છે. જેમાં બાળકીનું વજન 1 કિ.ગ્રામ, બે બાળકોનું 1.200 કિ.ગ્રામ અને અન્ય એક બાળકનું વજન 1.100 કિ.ગ્રામ વજન છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી