બીજી છોકરીને ઘૂરવા બાબતે ગર્લફ્રેન્ડે માથા પર જ ફોડ્યું લેપટોપ, Viral Video

અમેરિકાના મિયામીથી લોસ એન્જલોસ જઈ રહેલી ફ્લાઈટમાં એક કપલના ઝઘડાનો વીડિયો વાયરલ થી રહ્યો છે. આ ઝઘડાનું કારણ એ હતું કે બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડની સામે જ કોઈ બીજી છોકરી સામે જોઈ રહ્યો હતી. આવી નજીવી બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો શરુ થઇ ગયો અને ફ્લાઈટમાં જ ગર્લફ્રેન્ડ તેને અનાપ સનાપ બોલવા લાગી.

જોત જોતામાં તો સ્થિતિ એવી વણસી કે ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડના માથામાં લેપટોપ મારી દીધુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. લાખો લોકોએ તે જોઈ લીધો છે. આવામાં બીજા મુસાફરોને પરેશાનીમાંથી બચાવવા માટે એર હોસ્ટેસ વચ્ચે પડી પરંતુ છોકરી એટલી ગુસ્સામાં હતી કે તે સતત તેના બોયફ્રેન્ડને ફટકાર લગાવી રહી હતી.

આ દરમિયાન અચાનક છોકરો કઈંક બોલ્યો અને છોકરીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ત્યારબાદ તે વધુ હિંસક બની ગઈ અને તેને મારવા લાગી. તેના હાથમાં જે કઈ હતું તેનાથી તેણે છોકરાને મારવાનું શરૂ કરી દીધુ. માહોલ બગડતા જોઈને છોકરાએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી તો છોકરી લેપટોપ લઈને તેની પાછળ દોડી અને માથામાં માર્યું. સદનસીબે જો કે છોકરાને બહુ ઈજા થઈ નથી.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી