દહેગામના 41 લોકો સાથે દુબઈ ટૂરના નામે લાખોની ઠગાઈ કરનાર મહિલા ઝડપાઇ

આરોપી સુરતની મહિલા બનાસકાંઠાના કાકરથી પકડાઇ

દહેગામમાં દુબઈ ટૂરના નામે 41 લોકો સાથે ઠગાઈ કરનારી મહિલાની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. 17.22 લાખની ઠગાઈ કરનાર મહિલાની ફોન લોકેશનના આધારે બનાસકાંઠાના કાકરથી ઝડપાઇ છે.

દહેગામના કમલભાઈ પુરૂષોત્તમદાસ અમીને દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તે મુજબ, તેઓ મિત્રો સાથે મળીને અમીન મિત્ર મંડળ નામે મંડળ ચલાવે છે. દર 2 વર્ષે તેમાં જમા થતી રકમમાંથી ટૂર ગોઠવવામાં આવે છે. ત્યારે આ વર્ષે દુબઈ જવાનું નક્કી કર્યું હતું જેમાં તેઓએ ઓળખીતા સચિનભાઈ સોનીને વાત કરી હતી. સચિનભાઈએ સુરતની શાહ ટુર્સ એન્ડ્સ ટ્રાવેલ્સના લીનાબેન શાહ મારફતે ટુર ગોઠવવાની વાત કરી હતી. જેમાં 17 જુલાઈથી લઈને 28 ઓગસ્ટ વચ્ચે ફરિયાદીએ કુલ 17.60 લાખ આપ્યા હતા.

એક બે વખત ટુરની તારીખોમાં ફેરફાર બાદ ટુર થઈ થઈ શકી ન હતી. જોકે લીનાબેન શાહે ટુર કરાવી આપવાની વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ ઘણાબધા ફોન કરવા છતાં તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. પૈસા લેવા છતાં ટુર ન કરી આપનાર અને પૈસા પણ પરત ન કરનાર મહિલા સામે આખરે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દહેગામમાં 41 લોકોને દુબઈ ટૂર કરવવા માટે રૂ. 17.60 લાખ ભર્યા હતા. આ રૂપિયા લઈ જનારી સુરતની મહિલા ટૂર ઓપરેટર સામે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ દહેગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આથી દહેગામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપી મહિલાને તેના મોબાઇલ લોકેશનના આધારે બનાસકાંઠા જિલ્લાના શિહોરી પાસેના કાકર ગામેથી ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી