થલતેજમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા એક શ્રમિકનું મોત

ખાનગી સોસાયટીમાં મોટરનો વાલ્વ સાફ કરવા આવેલા શ્રમિકનું મોત

થલતેજમાં આવેલ સામર્થ્ય બંગલોની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે. ટાંકી ખાલી કરી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ. મોટરનો વાલ્વ સાફ કરવા જતાં વ્યક્તિ અંદર પડતા મોત નીપજ્યું છે. શ્રમિક અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતાં સ્થાનિકોએ ફાયર બ્રિગેડે જાણ કરી હતી. ખાનગી સોસાયટીમાં મોટરનો વાલ્વ સાફ કરવા આવેલા શ્રમિકનું મોત નીપજ્યું છે. 

નોંધનિય છે કે, શહેરના ખોખરા વિસ્તારમાંથી 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અનુપમ સિનેમા પાસે એસ્ટેટના ધાબા પરથી પાણીની ટાંકીમાંથી અજાણી યુવતીની હત્યા કરેલી લાશ ગઈ કાલે મળી આવી હતી. જો કે યુવતી એસ્ટેટમાં નોકરી કરતી ન હતી, ચાર દિવસ પહેલાની ઘટના હોવાથી સખત દુર્ગધ મારતી હતી. ખોખરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યાનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈ કાલે સવારે ૧૧ વાગે કન્ટ્રોલ દ્વારા ખોખરા પોલીસને  મેસેજ મળ્યો હતો કે મોહન એસ્ટેટના ત્રીજા માળના ધાબા પર યુવતીની લાશ છે. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને તપાસ કરતાં ધાબા ઉપર પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાંથી હત્યા કરેલી હાલતમાં  ૩૦  વર્ષીય યુવતીની લાશ હતી. પ્લાસ્ટીકની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી અને તપાસ કરતાં શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા.

 55 ,  1