કપડવંજ નજીક નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ લગાવી મોતની છલાંગ

આંબલીયારા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં કુદી કર્યો આપઘાત

કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. કપડવંજ તાલુકાના આંબલીયારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. નર્મદા નહેરના પુલની મધ્યમાં બાઈક પાર્ક કરી નહેરમાં કુદી પડ્યા હતા.

હીરો કંપનીનું સ્પ્લેન્ડર GJ07CM9523 બાઇકને મધ્યમાં પાર્ક કરી છલાંગ લગાવી હતી.  આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળાં નર્મદા નહેર પર ધસી આવ્યા હતા.  યુવક અને યુવતી એ કયા કારણોસર નહેરમાં ઝંપલાવ્યું તે કારણ હજી અકબંધ છે. યુવક અને યુવતી ક્યાંના છે તે અંગે લોકોમાં ચર્ચા.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી